
જામનગર ( ભરત ભોગાયતા દ્વારા)
શૈશવકાળ એ અદભૂત હોય છે તે વખતે આંખોમા અનેક સવાલ હોય છે એ વખતે પ્રાકૃતિક રીતે પીડા અને સુખના અનુભવ તો હોય છે સાથે એ બાળકોની ઉર્જાને ઢાળવામા આવે તો ઓર નિખાર સાથેની દરેક આયામોથી પ્રગતી થાય છે સદનસીબે આ બાબતે ઘણાખરા વાલીઓ તેમજ શિક્ષકો પ્રયત્નશીલ હોય છે તેવો જ પ્રયત્નદેવભૂમિ દ્વારકા જિલ્લાની ઓખા નગરપાલીકાના શિક્ષીકા ની જહેમત થી બાળકોએ કોરોના રસીકરણ માટે રૂપક પ્રસ્તુત કરી મહાનતા અને ભવ્યતા ના દર્શન કરાવ્યા છે એક ખુણામા ટમટમતો દિવડો પણ ઉજાસ પાથરે છે તે બાબત આ રૂપક સાર્થક કરે છે આ ભુલકાઓ અભિનંદન ને પાત્ર છે તો તેઓમા કલા પારખનાર ગુરૂ-શિક્ષક બિરદાવવા ને લાયક જહેમત મા ખરા ઉતર્યા છે
કોરોનાવાયરસ ની બીજી લહેર ભયંકર રીતે ત્રાટકી છે ત્યારે આરોગ્ય સુવિધા ની સિસ્ટમ ધ્વસ્ત કરી દીધી છે એમ્બ્યુલન્સથી લઈને સ્મશાનમાં વેઇટિંગ વધી ગયા આવા કપરા સંજોગોમાં કોરોનાની મહામારી થી બચવા માટે એક જ રામબાણ ઇલાજ અને આશાનું કિરણ છે કોરોના ની વેક્સિન.આપણે ભાગ્યશાળી છીએ કે લોકોને કોવિશિલ્ડ અને કોવેક્સિન ની રસી અપાઇ રહી છે જે કોરોના સામે લડવામાં રક્ષણ પૂરું પાડે છે. અનેક લોકો કોરોના વાઇરસની રસી લઇ રહ્યા છે કોરોના રસીકરણ ને લઈને તેની અસર, આડઅસર ,યોગ્યતા અને તકેદારી બાબત લોકો હજુ અવઢવમાં છે. કેટલાક લોકો કોરોના વાઇરસની રસી લેતા ખચકાટ અનુભવી રહ્યા છે . એક શિક્ષક રજાઓ દરમ્યાન પણ સાંપ્રત ઘટનાઓ થી વાકેફ રહેતો હોય છે અને હંમેશા પોતાના વિદ્યાર્થીઓ વિશે વિચારતો હોય છે અને પોતાની જાણકારી હંમેશા પોતાના વિદ્યાર્થીઓમાં રેડવાનો પ્રયાસ કરતો હોય છે.અત્યારે વેકેશનમાં ઓખા નગરપાલીકા સ્કૂલના શિક્ષિકા કુમારી ચાંદની બેન કોટેચાએ પોતાની આસપાસ રહેતા વિદ્યાર્થીઓને તૈયાર કરી લોકોમાં રસીકરણ અંગે વધુને વધુ જાગૃતિ આવે એવા હેતુથી બાળકો દ્વારા એક સુંદર મજાનું રસીકરણ અંગે જાગૃતિ સંદેશ આપતું કોરોના રૂપક તૈયાર કરાવ્યું હતું. બાળકોએ આ રૂપકમાં પોતાનો રોલ ખૂબ જ સારી રીતે નિભાવ્યો હતો આ અંગેના સંવાદ અને સ્ક્રિપ્ટ નુ લેખન ચાંદની બેન કોટેચાએ કર્યું હતું અને બાળકોએ ખૂબ જ ઉત્સાહ દાખવ્યો હતો
