અંબાજીમાંભા.જ.પા દ્વારા વૃક્ષારોપણકરી વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી કરી.. 501 વૃક્ષનું રોપણ કરવામાં આવ્યુ

અંબાજી    વિશ્વમાં 5 મી જુન ને પર્યાવરણ દિવસ તરીકે ઉજવવાં માં આવે છે. ને આજે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે રાજ્ય ભરમાં યુનાઇટેડ નેશન્સ દ્નારા નક્કી કરેલી રીસ્ટોરેશન ઓફ ઇકો સિસ્સટમ ની થીમ સાથે પર્યાવરણ દિવસ ની ઉજવણી કરવામાં આવી છે.

                            યાત્રાધામ અંબાજીમાં પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી કરી હતી. અંબાજીની જનરલ હોસ્પીટલનાં કમ્પાઉન્ડમાં મંદિર ટ્રસ્ટનાં વહીવટદાર અને નાયબ કલેકટર એસ.જે ચાવડા તેમજ ભાજપા મંડળ નાં પ્રભારી પુર્વ ધારાસભ્ય રેખાબેન લાંગણેચા તથા ઈશ્ર્વરભાઈ સોલંકી નાં હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જોકે આ વૃક્ષારોપણ કાર્યક્રમ દરમીયાન ચાલુ વર્ષે જે રીતે ઓક્સીજન ની મોટી ખોટ ઉભી થઇ હતી તે આવનારા સમય માં સંપુર્ણ કુદરતી ઓક્શીજન મળી રહે તે માટે એકવ્યક્તી એકવૃક્ષ વાવવાનો સંકલ્પ કરાયો હતો. ને આજે 501 વૃક્ષનું રોપણ કરવામાં આવ્યુ હતુ. ખાસ કરી જે વૃક્ષ વાવવાં માં આવે છે. તેમને ત્રણ વર્ષે ફરી જતન સાથે નું વૃક્ષ બતાવનારને જાહેર માં પુરસ્કૃત કરવાની જાહેરાત પુર્વ ધારાસભ્ય અને અંબાજી ભાજપા મંડળ પ્રભારી રેખાબેન લાંગણેચા પણ કરવામાં આવી હતી. આજ નાં આ કાર્યક્રમ માં વનવિભાગ નાં વિસ્તરણ રેંજનાં અધીકારીઓ સહીત કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થીત રહી  વૃક્ષ પુરા પાડવાની કામગીરી કરી હતી. ને વર્ષ 2020-21 માં દાંતા તાલુકા નાં વિવિધ વિસ્તારો માં 6.50 લાખ વૃક્ષો નું વાવેતર કરવાનું લક્ષ્યાંક હોવાનુ વિસ્તણ રેંજ ફોરેસ્ટ ઓફીસર પી.ડી ચૌધરી એ માહીતી આપી હતી.

 મહેન્દ્ર અગ્રવાલ  અંબાજી, બનાસકાંઠા

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM