રાજપીપળાના નાંદોદ ગામે લાભાર્થી ખેડૂતોને સહાય વિતરણનો કાર્યક્રમ બલવંતસિંહ રાજપૂત ના અધ્યક્ષ સ્થાને યોજાયો

રાજપીપળાના નાંદોદ ગામે લાભાર્થી ખેડૂતોને સહાય વિતરણનો કાર્યક્રમ બલવંતસિંહ રાજપૂત ના અધ્યક્ષ સ્થાને યોજાયો ગુજરાતની રૂપાણી સરકારના ૫ (પાંચ) વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્યમાં વિવિધ કાર્યક્રમ ઉજવણી અંતર્ગત કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ તથા ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ વિભાગ દ્વારા આયોજિત “ કિસાન સન્માન દિવસ” નિમિતે “સાત પગલા ખેડુત કલ્યાણના” યોજનાઓ અંતર્ગત સહાય વિતરણ અને “કિસાન સુયોર્દય યોજના” નું લોકાર્પણ ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના ચેરમેન બલવંતસિંહ રાજપૂત ની અધ્યક્ષતામાં રાજપીપળા, તા.નાંદોદ ખાતે કરવામાં આવ્યું. તેમના વરદહસ્તે લાભાર્થીઓને યોજનાઓના સર્ટીફીકેટ એનાયત અને ખેતીલક્ષી ઉપયોગી સામગ્રી આપવામાં આવી હતી.

આ અવસરે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલના વિકાસના કાર્યોની અને સરકારની ખેડૂતો માટેની યોજનાઓની વિસ્તૃત માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં ચેરમેન ભરૂચ દૂધધારા ડેરી-ધારીખેડા સુગર અને જીલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, કલેક્ટર ડી.એ.શાહ, જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ પ્રકાશભાઈ વ્યાસ, તાલુકા પંચાયત પ્રમુખ હરેશભાઈ વસાવા, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ રમણસિંહ રાઠોડ, જીલ્લા આરોગ્યસમિતિ સદસ્ય શ્રીમતી નીલમ્બરીબેન પરમાર, કિસાન મોરચા પ્રમુખ નિકુંજભાઈ પટેલ, કિસાન મોરચા મહામંત્રી આશિષભાઈ પટેલ, તાલુકા પંચાયત સભ્ય હિતેશભાઈ વસાવા, ન્યાય સમિતિ અધ્યક્ષ મુકેશભાઈ રોહિત, તાલુકા કિસાન મોરચા પ્રમુખ દિલીપસિંહ ગોહીલ તેમજ લાભાર્થીઓ ભાઇઓ અને બહેનોની વિશેષ ઉપસ્થિતી રહી હતી.


KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM