પ્રધાન મંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને મકાનની ચાવી આપવામાં આવી નડિયાદ ડેપોને નવ BS6 બસનું લોકાર્પણ કરતા વાહનવ્યવહાર મંત્રીશ્રી આર.સી.ફળદુ
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલની પ્રગતિશીલ સરકારે દ્રઢ રાજકિય ઇચ્છાશક્તિથી સંવેદનશીલતાપૂવર્ક પરીણામલક્ષી નિણાર્યકતા દાખવી જન જનને પારદર્શક શાસનની પ્રતીતિ કરાવી શાસન ધૂળાના પાંચ વર્ષ પૂરા કર્યા છે ત્યારે સરકારની પાંચ વર્ષની કામગીરીનો હિસાબ પ્રજાજનો સમક્ષ આ કાર્યક્રમના માધ્યમથી રજૂ કરવામાં આવ્યો છે. આજે સાતમા દિવસે વિકાસ દિવસકૃષિ, ગ્રામ વિકાસ અને વાહનવ્યવહાર મંત્રીશ્રી આર.સી.ફળદુના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.સૌરભભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
નડિયાદ ખાતે વિકાસ દિવસ નિમિત્તે કૃષિ, ગ્રામ વિકાસ, વાહન વ્યવહાર અને મત્સ્યોદ્યોગ મંત્રીશ્રી આર.સી.ફળદુએ જણાવ્યું હતુ કે, છેલ્લા બે-અઢી દાયકાથી ભાજપ સરકારે વિશ્વાસ સાથે વિકાસના કામોને વેગ આપ્યો છે. ગુજરાતનો સર્વાગી વિકાસ કર્યો દરેક વ્યક્તિ અને સમાજને મહત્તમ લાભ આપ્યો છે. આજે આ કાર્યક્રમમાં નવ વિભાગના લાભો લાભાર્થીઓને આપવામાં આવ્યા હતા.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલની સરકારને આજે પાંચ વર્ષ પૂર્ણ થાય છે. આ પ્રસંગે નવ દિવસના યોજાયેલા કાર્યક્રમોમાં ગુજરાતની જનતાને તેઓના લાભો રૂબરૂ આપવા અને સરકારની પાંચ વર્ષની કામગીરીનો હિસાબ આપવામાં આવી રહયો છે. લોકશાહિમાં શાસકનું પરમ કર્તવ્ય છે કે, સૌને સાથે લઇ સૌનો વિકાસ થાય તે રીતે કામ કરવું જોઇએ. તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડા પ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદિએ આપેલા આ મંત્ર ને હાલની સરકાર પણ સંપૂર્ણ પણે અનુસરી રહિ છે. આ સરકારે પ્રજાના મનની વાતો જાણી તેમની તકલીફો, મુઝવણો, પીડા અને ઝંખનાઓનો ઉકેલ લાવી પ્રજાજનોની સુખાકારીના અનેક નિર્ણયો લીધા છે. વીજળી, પાણી, કૃષિ, શિક્ષણ જેવા દરેક વિભાગોમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી ગુજરાતને વિકાસના અગ્રસ્થાને લાવી દિધુ છે. વિકાસના કામોમાં સરકારે ગુજરાતની જનતાને પણ સહભાગી બનાવી છે. વર્ષ-૨૦૨૨ સુધીમાં દરેકને પોતાના ઘરનું વડાપ્રધાનનું સ્વપ્ન પણ સાકાર થાય તે દિશામાં ખુબ જ ઝડપથી કામ કરી રહયા છે. વર્ષ ૧૯૯૫ પહેલા ૭૬૦૦ મેગા વોટ વીજળીનું ઉત્પાદન હતું તેની સામે આજે ૨૩ હજાર મેગાવોટનું ઉત્પાદન કરી સરકાર દરેકને ૨૪ કલાક લાઇટ પુરી પાડિ રહિ છે. ગુજરાતની જીવાદોરી નર્મદાની ડેમની ઉંચાઇ અને દરવાજાનો પ્રશ્ર્ન હલ કરી છેક બનાસકાંઠા અને કચ્છ સુધી પીવાના શુધ્ધ પાણી પહોંચાડિ રહિ છે. શિક્ષણ ક્ષેત્રે જોઇએ તો પહેલા આપણા બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે બીજા રાજયમાં જવું પડતું હતુ. આજે ૯૫ જેટલી યુનીર્વસીટીઓની સ્થાપના કરી ગુજરાતના દિકરા-દિકરીઓને ઘર આંગણે જ ઉચ્ચ અને વૈશ્ર્વિક ક્ષમતાનો અભ્યાસ કરવાની સગવડતા થઇ ગઇ છે. કૃષિ ક્ષેત્રે અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં આમૂલ પરિવર્તન આવ્યા છે. આપણો કિસાન ઉચ્ચ ગુણવત્તાની ટેકનોલોજી સાથે ખેતી કરતો થયો છે. રાજયનું વાતાવરણ સૌહાર્દપૂર્ણ અને શાંતિપૂર્ણ થવાથી અન્ય રાજયો અને દેશમાંથી રોકાણકારો તેમના વેપાર ધંધા અને ઉદ્યોગોની સ્થાપના કરવા ગુજરાત આવતા થયા છે. આમ, સમગ્ર હિન્દુસ્તાનમાં ગુજરાત ધબકતુ અને ચમકતું રાજય થઇ ગયું છે. ૨૫૦ થી વધુ એપીએમસી દ્વારા ખેડૂતો તેમની ખેત પેદાશો સીધે સીધી વેચીને વધુ નફો મેળવતા થયા છે. આબુ-અંબાજી થી લઇ પૂર્વપટ્ટીના ૧૩ જિલ્લાના આદિવાસી સમાજને વનબંધુ યોજના થકી સીધા લાભો આપ્યા છે. ૫૧ તાલુકામાં ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા-કૃષિ જીવન માટે આર્થિક ઉત્તેજન આપી આદિવાસી સમાજને પણ મુખ્ય વહેણમાં વણી લીધો છે. કેવડિયા ખાતે આગામી તા.૯ના રોજ આદિવાસી વિશ્ર્વ વિદ્યાલયની સ્થાપના પણ આ સરકાર કરી રહિ છે. આમ, સમગ્ર માનવ જીવનમાં ઉત્કર્ષ માટે આ સરકાર સતત દેખરેખ રાખી રહિ છે.
કાર્યક્રમનો શુભારંભ કરાવતા સ્વાગત પ્રવચનમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નયનાબેન પટેલએ આ સરકારની કામગીરીની રૂપરેખા આપી છેલ્લા પાંચ વર્ષમાં ખેડા જિલ્લાને આપવામાં આવેલ અનેક વિકાસીય કામોની ઝલક આપી હતી.
આ પ્રસંગે વર્ચ્યુઅલ માધ્યમથી દિલ્હિ ખાતેથી ગૃહ મંત્રીશ્રી અમીતભાઇ શાહ, વાહન વ્યવહાર મંત્રીશ્રી નીતિનભાઇ ગડકરી, ગાંધીનગર થી મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલએ પણ સંબોધન કરેલ હતું.
ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રધાન મંત્રી આવાસ યોજના, ર્ડા. આંબેડકર આવાસ યોજના, કુંવરબાઇનું મામેરું યોજનાના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.જયારે આજે નડિયાદ ડેપોને ફાળવેલ નવી બીએસ-૬ નવ બસોને લીલી ઝંડી આપીને મંત્રીશ્રીએ પ્રજાના લાભ માટે અર્પણ કરી હતી.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી કે.એલ.બચાણી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મેહુલભાઇ દવે, મહેમદાવાદ મત વિસ્તારના ધારાસભ્યશ્રી અર્જૂનસિંહ ચૌહાણ,નડિયાદ નગર પાલિકાના પ્રમુખ શ્રીમતી રંજનબેન વાઘેલા, આણંદ કૃષિ યુનિવર્સીટીના વાઇસ ચાન્સેલર ર્ડા. કથીરીયા, અધિક જિલ્લા કલેક્ટરશ્રી બી.એસ.પટેલ, શ્રી નટુભાઇ સોઢા, શ્રી વિકાસભાઇ શાહ, શ્રી વિપુલભાઇ પટેલ, પ્રાંત અધિકારીશ્રી પ્રજાપતિ, મ્યુ. કોર્પોરેટરો તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.





