આઝાદી ના અમૃત મહોત્સવ ની ઉજવણી માંડવી શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી હતી.

રિપોર્ટ-અજય ખત્રી ,કચ્છ

માંડવી શહેર ભાજપ દ્વારા ૭૫ માં સ્વાતંત્ર દિન પર્વની ઉજવણી માંડવી શહેર ના વોર્ડ નંબર:૯ ના જબલેશ્વર કોલોની વિસ્તાર ના વોક-વે માં કરવામાં આવી હતી.

જેમાં ધ્વજવંદન માંડવી ના પૂર્વ નગરપતિ, દિગદ્રષ્ટા એવા જિલ્લા ભાજપ ના મહામંત્રી શ્રી અનિરુદ્ધભાઈ દવે દ્વારા કરવામાં આવી હતી.

શ્રી અનિરુદ્ધભાઈ દવે આઝાદી ના અમૃત મહોત્સવ સમગ્ર દેશમાં ઉજવાઈ રહ્યો છે ત્યારે માંડવીના નગરજનો ને નવા સંકલ્પો સાથે નવા ભારતના નિર્માણમાં જોડાવા આહવાન કર્યુ હતું.

આ પ્રસંગે જે. કે ગ્રુપ દ્વારા દેશ ભક્તિના ગીત પર કૃતિ રજુ કરવામાં આવી હતી. માંડવી શહેર ભાજપ દ્વારા આ પ્રસંગે પધારેલા બીએસએફ ના જવાનો નું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માંડવી શહેર ભાજપના કર્મઠ પ્રમુખ શ્રી દેવાંગભાઈ દવે, નગર અધ્યક્ષા શ્રીમતી હેતલબેન સોનેજી તેમજ બીએસએફ ના જવાનો મંચસ્થ રહ્યા હતા.
કાર્યક્રમ માં માંડવી શહેર ભાજપ ના હોદેદારો, નગરપાલિકા ના કાઉન્સિલરો તેમજ પાર્ટી ના કાર્યકરો અને આસપાસ ના રહેવાસીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
કાર્યક્રમ નું સંચાલન અવસર મળ્યું હતું. કાર્યક્રમ ના અંત માં માંડવી શહેર ભાજપ દ્વારા સૌ લોકો ને આઝાદી ના અમૃત મહોત્સવ પ્રસંગે મીઠું મોઢું કરાવ્યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *