રાષ્ટ્રપ્રત્યે ની જવાબદારી ના સિંચન નો પાયો એટલે શિક્ષણ

રીપોર્ટ : હસુ ઠક્કર ભુજ

ભૂજ તા.૧૫ :શ્રી સ્વામિનારાયણ મંદિર (નર નારાયણ દેવ) ભુજ – કચ્છ પ્રયોજિત શ્રી સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિર, શ્રી નરનારાયણદેવ ગર્લ્સ એકેડમી અને શ્રી સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટ (કોલેજ) સંસ્થા માં દેશ ના 75માં સ્વતંત્રદિન ની ઉજવણી સંચાલક મંડળ, કર્મચારી ગણ તેમજ શાળા-કોલેજ ની વિદ્યાર્થીનીઓ દ્વારા રાષ્ટ્રગાન સાથે ઘ્વજવંદન દ્વારા કરવામાં આવી
કોલેજ ના આચાર્યા રીટાબેન દ્વારા સ્વાગત કરવામાં આવ્યું અને સંસ્થા પરિવારની દીકરીઓ દ્વારા પ્રાર્થના, દેશ ભક્તિ ના ગીતો , સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ આઝાદી ના પર્વના વક્તવ્ય પસ્તુત કરવામાં આવ્યા ભજ મંદિર ના કોઠારીશ્રી મુરજીભાઈ શિયાણી, સંસ્થાના પ્રમુખશ્રી રામજીભાઈ વેકારીયા, મંત્રીશ્રી પ્રવીણભાઈ પીંડોરીયા તેમજ શિક્ષિકા બહેનો દ્વારા પોતાના વક્તવ્યમાં દેશ ની આઝાદીના રાષ્ટ્રીય પર્વ નું મહત્વ અને આપણી રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારી વિશે સમજણ આપી પર્વ નું મહત્વ સમજાવવામાં આવ્યું શાળાના આચાર્યા દક્ષાબેન દ્વારા આભારવિધિ કરવામાં આવી ને સમગ્ર પ્રોગ્રામ નું સંચાલન આશાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *