ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચો મણિનગરના ઉપક્રમે ફોરએવર ફાઉન્ડેશન દ્વારા આયોજિત “રક્ષા વીથ રક્ષક” રક્ષાબંધન પર્વ ઉજવણી કાર્યક્રમ

ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચો મણિનગરના ઉપક્રમે ફોરએવર ફાઉન્ડેશન દ્વારા આયોજિત “રક્ષા વીથ રક્ષક” રક્ષાબંધન પર્વ ઉજવણી કાર્યક્રમ આજે તારીખ 21 ઓગસ્ટ 2021 શનિવારે બપોરે 4 વાગે કુમકુમ હાઇસ્કુલ, આવકાર હોલની બાજુમાં મણિનગર અમદાવાદ ખાતે યોજાયો.

   આ કાર્યક્રમમાં પ્રદેશ સહ કોષાધ્યક્ષ શ્રી ધર્મેન્દ્રભાઈ શાહ , પ્રદેશ મહિલા મોરચાના મહામંત્રી શ્રીમતી વીણાબેન પ્રજાપતિ, શહેર મહિલા મોરચાના મહામંત્રી શ્રીમતી ડો. ચંદ્રાબેન પટેલ, શહેર મહિલા મોરચાના મહામંત્રી શ્રીમતી જૈમીનીબેન દવે, મણિનગર PSI  એસ.એસ. ગોસ્વામી મેડમ તથા PSI શ્રી સી.બી.ગોસ્વામી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા.

          આ કાર્યક્રમમાં પોલિસ સ્ટાફની ભાઈઓ - બહેનો,  મેડિકલ સ્ટાફના ભાઈઓ - બહેનો, ફાયરબ્રિગેડ સ્ટાફ, સફાઈ કર્મચારી ભાઈઓ - બહેનો તથા સખીમંડળની બહેનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

‌‌. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ “રક્ષા વીથ રક્ષણ” એટલે કે જે લોકો સમાજ માટે ખડે પગે ઊભા રહીને સેવા કરે છે, રક્ષણ કરે છે તેમની રક્ષા માટે રક્ષાબંધન કાર્યક્રમ રાખવામાં આવેલ હતો.

   આ કાર્યક્રમમાં દરેક સ્ટાફની બહેનોએ તેમના જ સ્ટાફના ભાઈઓને રાખડી બાંધી ચોકલેટ ખવડાવી તથા ફોરએવર ફાઉન્ડેશન દ્વારા દરેક બહેનોને સાડીઓ તથા ચોકલેટ આપવામાં આવી હતી.

     ફોરએવર ફાઉન્ડેશન દ્વારા ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 115 જેટલી બહેનોને સાડીઓ આપવામાં આવી.   

     દરેક મહેમાનોએ આ ફાઉન્ડેશનની કામગીરીને ખૂબ જ પ્રશંસનીય ગણાવી હતી.  કે જેમાં કોરોના વોરિયર્સે ખડે પગે ઊભા રહીને જે લોકો આવી ફરજ બજાવી રહ્યા છે તેમનું આવા રક્ષાબંધન પર્વ નિમિત્તે સન્માન કરવામાં આવ્યું.

    ફોરએવર ફાઉન્ડેશન અવારનવાર બહુજ સેવાકીય પ્રવૃતિઓ કરે છે. વારંવાર સમાજ માટે, મહિલાઓ માટે, બાળકો માટે કાર્યક્રમો કરીને લોકોને ખૂબ જ ઉપયોગી થાય તેવા કાર્યો કરે છે. 

રિપોર્ટ રાકેશ ક્ષત્રિય, અમદાવાદ

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM