અમદાવાદ ઘાટલોડિયા વિધાનસભા માં આવેલ ગોતા વોર્ડ ભાજપ મહિલા મોરચો દ્વારા રાખી વીથ રક્ષા કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું

અમદાવાદ ઘાટલોડિયા વિધાનસભા માં આવેલ ગોતા વોર્ડ ભાજપ મહિલા મોરચો દ્વારા રાખી વીથ રક્ષા કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ ગોતા વોર્ડ મહિલા મોરચાના બહેનોએ સોલા પોલીસ સ્ટેશનમાં જઈને પોલીસકર્મી- કોરોના વોરિયર્સને રાખડી બાંધી,શુભકામના પાઠવી. સાથે સાથે વૃક્ષ રક્ષા એટલે કે વૃક્ષોને પણ રાખડી બાંધવામાં આવ્યું અને ગોતા વોર્ડ અર્બન હેલ્થ સેન્ટરના સ્વાસ્થ્ય કર્મીઓ ડૉક્ટરસૅ, નસૅ, પેરા મેડિકલ ટીમને રાખડી બાંધી શુભેચ્છાઓ પાઠવામાં આવ્યું.

આ કાર્યક્રમ કર્ણાવતી મહાનગર મહિલા મોરચાના પ્રમુખ શ્રી ડો.પ્રો.સ્મિતાબેન જોશી,પ્રદેશ કાર્યાલય મંત્રી શ્રી અર્ચનાબેન,ગોતા વોર્ડ કોર્પોરેટર શ્રી આરતીબેન ચાવડા,ગોતા વોર્ડ મહિલા મોરચા ઉપપ્રમુખ શ્રી.પૂનમબેન ગોહેલ અને મહિલા મોરચાનીહોદેદાર બહેનોએ યોજ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તા બહેનો ઉપસ્થિત રહ્યા હતા.પ્રમુખ શ્રી ડો.પ્રો.સ્મિતાબેન જોશીએ કાયૅક્રમમાં ઉપસ્થિત રહીને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહકાર આપનાર તમામનો આભાર માન્યો હતો. રિપોર્ટ રાકેશ ક્ષત્રિય અમદાવાદ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *