રાજ્યમાં છેલ્લા ૨૫ વર્ષથી શાંતિ સલામતી સુપેરે જળવાઈ છે અને લોકોએ સતત શાસનમાં વિશ્વાસ મૂક્યો છે: ગૃહ રાજ્ય મંત્રીશ્રી

વડોદરા- ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ માધ્યમો સાથે સંવાદમાં જણાવ્યું છે કે સમગ્ર દેશમાં ગુજરાત સમૃદ્ધ રાજ્ય છે. ગુજરાતમાં શાંતિ,સલામતી અને સુરક્ષા માટે રાજ્યનો ગૃહ અને પોલીસ વિભાગ કટિબદ્ધ છે.રાજ્યમાં છેલ્લા ૨૫ વર્ષથી કાયદો અને વ્યવસ્થા જાળવવાના પગલે લોકોએ શાસન વ્યવસ્થામાં વિશ્વાસ મૂક્યો છે.રાષ્ટ્ર વિરોધી પ્રવૃતિ કરતા તત્વો સામે પોલીસ દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.

     ગુજરાત ૧૬૦૦ કી.મી.નો દરિયાઈ વિસ્તાર ધરાવે છે,ત્યારે દરિયાઈ સુરક્ષા માટે પણ વ્યાપક પગલાં લેવામાં આવ્યા છે.

      રાજયમાં વ્યાજખોરીના દૂષણને ડામવા વ્યાજખોરો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે.તેમ તેમણે ઉમેર્યું હતું.

      ગણેશ ઉત્સવ અને જન્માષ્ટમીની ઉજવણીની ગાઈડ લાઈન સરકારે જાહેર કરી છે. ગણેશ ઉત્સવમાં ડી.જે.વગાડવા અંગેના સવાલના જવાબમાં તેમણે કહ્યું કે આ પ્રકારની બાબતોની કોર કમિટીની બેઠકમાં ચર્ચા કરવામાં આવે છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *