માંડવી ખાતે ૧૮૦ જેટલી સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક તેમજ રાજકીય સંસ્થાઓ દ્વારા ડો. નીમાબેન આચાર્યનું બહુમાન.

ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણવર્માનું જન્મસ્થાન માંડવી રાષ્ટ્રવાદનું યાત્રાધામ -ડો. નીમાબેન આચાર્ય

રિપોર્ટ:-અજય ખત્રી, ફોટો:-રાજેશ સોની

માંડવીના ગોકુલ રંગભવન ખાતે વિધાનસભા અધ્યક્ષા ડો. નીમાબેન આચાર્યનો સભા-સન્માન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે તેમણે ક્રાંતિગુરૂશ્રી પંડિત શ્યામજી કૃષ્ણાવર્માના જન્મસ્થાને તેમને પુષ્પાંજલી અર્પણ કરી હતી. આ તકે ડો. નીમાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, માંડવીએ રાષ્ટ્રવાદનું યાત્રાધામ છે જ્યાં ક્રાંતિપુરૂષશ્રી શ્યામજી કૃષ્ણવર્માનો જન્મ થયો હતો. અહીં વિધાનસભાના અધ્યક્ષ તરીકે મને આપવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું તે માટે હું ગર્વ અનુભવું છું. આ પ્રસંગે માંડવીના મોડકુબા સુંધી ટૂંક સમયમાં નર્મદાના નીર આવી પહોચશે અને નર્મદાના નીરથી સમગ્ર કચ્છ પાવન થશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો. રાજકરણને સેવાનું શ્રેષ્ઠ માધ્યમ ગણાવી સરકારશ્રી દ્વારા મહિલાઓને સુરક્ષા, સલામતી અને સન્માન પ્રાપ્ત થાય તે માટે લેવાયલા પગલાઓની ઝાંખી કરાવી હતી. તેમજ ખીમજી રામદાસજીની કન્યા કેળવણીની ઝુંબેશને યાદ કરી તેમને વંદન કર્યા હતા. આ પ્રસંગે ડો. નીમાબેન આચાર્યએ ક્રાંતિગુરૂશ્રી શ્યામજી કૃષ્ણવર્માના જન્મ સ્થાને તેમને પુષ્પાંજલી અર્પણ કરી આશિષ મેળવ્યા હતા અને સ્મારકને રાષ્ટ્રવાદનું મંદીર ગણાવ્યું હતું. આ ઉપરાંત ખીમજી રામદાસ કન્યાવિદ્યાલયની મૂલાકાત કરી હતી જ્યાં તેમણે ત્યાંની બાલિકાઓ સાથે સંવાદ કરી તેમનાં ઉજ્જવળ ભવિષ્યની કામના કરી હતી.
આ પ્રસંગે સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા, માંડવી-મુન્દ્રા ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, નગરપતિશ્રી હેતલબેન સોનેજી, માંડવી તાલુકા પંચાયત પ્રમુખશ્રી નિલેશભાઇ, ઉપપ્રમુખશ્રી રાજુભા જાડેજા, એપીએમસીના ચેરમેનશ્રી પ્રવિણભાઇ, તેમજ અગ્રણી સર્વશ્રી હરિભાઇ ગઢવી, ગંગાબેન, અનિરુધ્ધભાઇ દવે, કમલેશભાઇ ગઢવી, પંચાણભાઇ સંજોટ, દેવાંગભાઇ દવે, જિજ્ઞાબેન તેમજ બૌતેર જૈનાલય ખાતે ટ્રસ્ટીશ્રી રામજીભાઇ તેમજ મહાસતિજી અને ખીમજી કન્યા વિદ્યાલય ખાતે ટ્રસ્ટીશ્રી ભરતભાઇ વૈધ તેમજ શાળાના પ્રિન્સીપાલશ્રી હંસાબેન તથા લોહાણા મહાજનવાડી ખાતે સામાજિક અગ્રણીશ્રી પ્રવિણભાઇ પોપટ, પ્રજ્ઞાબેન પોપટ, રમણિકભાઇ રાયચંદા, નર્મદાબેન, ભાવિનભાઇ ગણાત્રા, દર્શનભાઇ સચદે, કાશ્મીરાબેન તેમજ વિવિધ કાર્યકર્તાઓ અને માંડળના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *