પર્યાવરણ ક્ષેત્રે શ્રષ્ઠતાનો પર્યાય એવીજામનગરની નવાનગર નેચર ક્લબ (NNC) અને બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી (BNHS) નાં સંયુક્ત ઉપક્રમે ‘ગીર ગાઈડ એસોસિએશન’ નાં સહયોગથીતેમજજામનગરનાં જાણીતા વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર અને આ કાર્યક્રમનાં ‘પ્રોજેકટ ચેરમેન’ શ્રી મનીષભાઈ ત્રિવેદી ની સદ્દપ્રેરણાથીતારીખ 15 ઓક્ટોબર 2021 નાં રોજ એશિયાટિક લાયનનાં ઘર “સાસણ” સ્થિત “સુખસાગર રિસોર્ટ્સ”* મુકામે એશિયાટિક લાયન સેંચુરીમાં ગાઈડ તરીકે સેવા આપતા તમામ ઇકો ગાઈડ્સ માટે*Identification seminar for sky Bourne birds of Gir – ‘ગીરનાં ગગન વિહારી પંખીડા’* વિષય પર એક ભવ્ય સેમિનાર યોજાય ગયો.
આ સેમિનારમાં સાસણ ગીર ફોરેસ્ટને ફક્ત એક લાયન સેન્ચુરી જ નહીં પણ એક બહુ જ સંપન્ન બર્ડ સેન્ચુરી તરીકેની પણ ઓળખ આપવાનાં નમ્ર પ્રયાસનાં ભાગ રૂપે ઇકોગાઈડ તરીકે ફરજ બજાવતા તમામ સભ્યો તેમજ જીપ્સી એસોસિએશનનાં દરેક મેમ્બરને BNHS નાં નિષ્ણાતો તેમજ NNC નાં અનુભવી સભ્યો દ્વારા ગીરનાં પક્ષીઓનો પરિચય આપવામાં આવ્યો હતો. દરેક ઇકોગાઈડ લાયન સફારીની સાથે સાથે અહીં આવનાર પર્યાવરણ પ્રેમી પર્યટકોને પક્ષીઓનો પણ પરિચય કરાવી અને પક્ષીવિશ્વની સુંદરતા, પક્ષીઓની પર્યાવરણ, ખેતી અને જંગલની સમૃધ્ધિ બાબતે ઉપયોગીતા અને ધાર્મિક તેમજ સામાજિક રીતે મહત્વ સમજાવીને જનજાગૃતિ લાવી શકે, પોતાની ગાઈડ તરીકેની ફરજને વધુ સમૃદ્ધ બનાવી શકે તેવા ઉદ્દેશ્યથી ગીરનાં પક્ષીઓ ઓળખ કરવા વિશેની સુંદર સમજૂતી આપવામાં આવી હતી. આ વિષય પર BNHS નાં *ડૉ. દિશાંત પારાશરિયા* તેમજ *સુશ્રી જાનકીબેન તેલી* દ્વારા પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન થકી વિશદ છણાવટ તેમજ વિષયને અનુરૂપ માહિતી પીરસવામાં આવી હતી સાસણનાં “પર્યાવરણ વિદ” તરીકે જાણીતા વન પંડિત *શ્રી રોહિતભાઈ વ્યાસે* સુંદર સંકલન સાથે ઉપયોગી બાબતો સમજાવી હતી. આ ભવ્ય સેમિનારમાં સાસણ ગામનાં સરપંચ શ્રી જુમાભાઈ, તાલુકા પંચાયત સભ્ય શ્રી લખમણભાઈ ધોળકિયા, ઇકોગાઈડ એસોસિએશનનાં પ્રમુખ શ્રી સીદીબાપુ, જીપ્સી એસોસિએશનનાં પ્રમુખ શ્રી ખીમભાઈ ચાંડેરાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ પ્રસંગે ઇકોગાઈડ એસોસિએશનનાં ઉપપ્રમુખ શ્રી દિનેશભાઇ સાદિયા, કેતનભાઈ મશરૂ વગેરેએ પોતાના અનુભવો લોકો સાથે વહેંચ્યા હતાં. આ સેમિનારમાં પર્યાવરણ ક્ષેત્રે અનેરું પ્રદાન કરનાર *’સજીવ સંરક્ષક’ શ્રી ભરતભાઇ વાજા* નું નવાનગર નેચર ક્લબનાં પ્રમુખશ્રી *વિજેન્દ્રસિંહ જાડેજા* નાં હસ્તે શાલ ઓઢાડીને સન્માન કરાયું હતું.
ઉપરાંત,સરપંચશ્રી, તાલુકા પંચાયત સભ્યશ્રી, માર્ગદર્શન પૂરું પાડનાર BNHS નાં નિષ્ણાતો તથા “સુખસાગર રિસોર્ટ્સ” નાં સાહસિક યુવા વ્યવસાયી *શ્રી મયૂરસિંહ સોઢા તેમજ વિકીરાજસિંહ વાળા* નું NNC નાં સભ્યો સર્વશ્રી *સુભાષભાઈ ગંઢા, વિજેન્દ્રસિંહ જાડેજા, ઉત્પલભાઈ દવે તેમજ યુવરાજસિંહ સોઢા, ઉમેશભાઈ થાનકી* દ્વારા મેમેન્ટો અર્પણ કરીને વિશેષ સન્માન કરાયું હતું. પોતાનાં પ્રાસંગિક પ્રવચનમાં NNC નાં પ્રમુખ શ્રી વિજેન્દ્રસિંહ જાડેજાએ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તેમજ સ્થાનિક આગેવાનોની કાર્યક્ષમતા અને નિષ્ઠાની સરાહના કરી હતી અને NNC તરફથી પર્યાવરણને લગતા કોઈપણ ક્ષેત્રે માર્ગદર્શન, મદદ કરવાની તત્પરતા દોહરાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન NNC નાં શ્રી ઉત્પલભાઈ દવેએ પોતાની આગવી શૈલીમાં કર્યું હતું. આ સેમિનારને સાસણનાં ACF શ્રી ટીલારા સાહેબ તેમજ અન્ય સ્ટાફ મેમ્બર્સની શુભેચ્છાઓ પ્રાપ્ત થઈ હતી. કાર્યક્રમનાં અંતમાં ગીર ઇકોગાઈડ એસોસિએશનના સભ્ય ભાઈઓ-બહેનો દ્વારા ગીર, ગીરનાં સાવજ અને સૌરાષ્ટ્રને બિરદાવતા દુહા, છંદ અને ગીતોની રમઝટ બોલાવી સમગ્ર કાર્યક્રમને એક અનેરો ઓપ આપ્યો હતો. કાર્યક્રમ બાદ “સુખસાગર રિસોર્ટ” દ્વારા ખાસ પીરસાયેલું સાત્વિક-સ્વાદિષ્ટ ભોજન સૌએ સાથે મળીને માણ્યું હતું.
રિપોર્ટ રાકેશ ક્ષત્રિય, અમદાવાદ







