સુરત મહાનગર દ્વારા આયોજિત પ્રશિક્ષણ વર્ગ-૨૦૨૧

રીપોર્ટ – જફર શેખ -સુરત

સુરત મહાનગર દ્વારા આયોજિત પ્રશિક્ષણ વર્ગ-૨૦૨૧ અંતર્ગત આજરોજ વૈદિક રિસોર્ટ,મઝદા ફાર્મ પાસે, ઓલપાડ- હાંસોટ રોડ, સુરત યોજવામાં આવ્યો છે. આ પ્રશિક્ષણ વર્ગ નાં ઉદ્ધાટન પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલજી દ્વારા ગુજરાત રાજ્યનાં ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ ભાઈ સંઘવીજી, પ્રશિક્ષણ વર્ગ દક્ષિણ વિભાગ ઈનચાર્જ શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા, સત્રના પાલક એવા માજી મંત્રી શ્રી તથા વરાછા વિધાનસભાના ધારાસભ્ય શ્રી કુમાર ભાઈ કાનાણી, શહેર અધ્યક્ષ શ્રી નિરંજનભાઇ ઝાંઝમેરા મહામંત્રી શ્રી મુકેશભાઈ દલાલ શ્રી કિશોરભાઈ બિન્દલ, શ્રી કાળુભાઈ ઇટાલીયા વગેરે ની ઉપસ્થિતિમાં દિપ પ્રાગટ્ય કરી સત્ર ને ખુલ્લુ જાહેર કરવામાં આવ્યુ. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલજી દ્વારા ભારતીય જનતા પાર્ટી નો ઈતિહાસ અને વિકાસ વિશે વિસ્તૃત માહિતી આપતા જનસંઘ ની સ્થાપના આદરણીય દ્વિતીય સરસંઘચાલક શ્રી ગુરુજી ની આજ્ઞા લઇ ૧૯ ઓક્ટોબર ૧૯૫૧ માં શા માટે કરવામાં આવી ત્યારથી લઈને ૨૯ થી ૩૧ ડીસેમ્બર ૧૯૫૨ ના પ્રથમ સંમેલન થી લઈને વિવિધ સંમેલનોમાં પક્ષ દ્વારા દેશહિત માટે અલગ-અલગ નીતિઓ અને મુદ્દાઓ નક્કી કરવામાં આવ્યા ત્યારબાદ કટોકટી પછી દેશ હિત સર્વોપરી ના સૂત્ર સાથે વિવિધ પાર્ટીઓ સાથે મળી ૧૯૭૭ થી ૧૯૮૦ સુધી શ્રી મોરારજી દેસાઈની સાથે રહી જનતા પક્ષની રચના કરવામાં આવી ત્યારબાદ ત્રીજા તબક્કામાં ૬ એપ્રિલ ૧૯૮૦ ના રોજ આદરણીય અટલબિહારી બાજપાઈજી તથા અડવાણીજી દ્વારા ભારતીય જનતા પાર્ટી ની રચના કરવામાં આવી. સંસદમાં બે સીટ થી શરૂ કરી ૨૦૧૪ માં આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં ૩૦ વર્ષ બાદ પૂર્ણ બહુમત વાળી ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવવામાં આવી ચોથો પ્રધાનમંત્રી મોદી જી ની કાર્યપદ્ધતિ પ્રજાહિત ની યોજનાઓ ને લઈને ૨૦૧૯ મા ફરી એકવાર પ્રચંડ બહુમતથી ભારતીય જનતા પાર્ટી ની વિજય પતાકા લહેરાઈ. ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે આદરણીય અમિતભાઈ શાહ ના નેતૃત્વમાં વિશ્વની સહુથી મોટી પાર્ટી ૧૧ કરોડ સભ્યસંખ્યા સાથે વિશ્ર્વ રેકોર્ડ કરવામાં આવ્યો ત્યાર બાદ સંસદમાં ત્રિપલ તલાક,કલમ ૩૭૦,૩૫ એ,રામ મંદિર નિર્માણ,CAA જેવા પ્રજા લક્ષી વિવિધ નિર્ણયો લેવામાં આવ્યા જે બાબતે ખુબ જ વિસ્તૃત માહિતી આપી હતી. સત્રના અંતે આભાર વિધિ પ્રફુલભાઈ પાનશેરીયા- પ્રશિક્ષણ વર્ગ દક્ષિણ વિભાગ ઈનચાર્જ દ્વારા કરવામાં આવ્યું હતું

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM