લોક રક્ષક દળની 10459 જગ્યા માટે ભરતી પ્રક્રિયા 9 નવેમ્બર પહેલાં કરી દો એપ્લાય.

રિપોર્ટ.. ડેવિડ પટેલ.

ગુજરાત પોલીસ દળના લોક રક્ષક દળમાં 10459 જગ્યા માટે શનીવારથી ભરતી પ્રક્રિયાનો શુભારંભ થઈ ગયો છે.ગુજરાત લોક રક્ષક ભરતી બોર્ડ દ્વારા લોક રક્ષક દળમાં 10459 જગ્યા માટે ભરતી પ્રક્રિયા શરુ કરી છે.ojas વેબ સાઈટ પર ઉમેદવારોને ફોર્મ ભરવા માટે અપિલ કરવામાં આવી છે.
ગુજરાત લોક રક્ષક ભરતી બોર્ડના વડા આઈપીએસ હસમુખ પટેલે જણાવ્યું હતું કે શનીવારથી ojas વેબ સાઈટ પર આવેદનપત્ર ભરવાની શરુઆત કરવામાં આવી છે.ગુજરાત પોલીસ વિભાાગના લોક રક્ષક દળમાં બીન હથિયારી કોન્સ્ટેબલ,હથિયારી કોન્સ્ટેબલ અને એસઆરપીએફ માટે ભરતી પ્રક્રિયા શરુ કરવામાં આવી છે.જેમાં બીન હથિયારી કોન્સ્ટેબલ(એલઆરડી)પુરુષની 3492,મહિલાની 1720,આર્મ્સ માં પુરુષ માટે 534,મહિલા માટે 263 તથા એસઆરપીએપમાં પુરુષો માટેની 4450 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરુ કરાઈ છે.
ઉમેદવારોએ તા.9 નવેમ્બર સુધીમાં ફોર્મ ભરવાના રહેશે.જે અંતર્ગત જનરલ ઉમેદવારો માટે રુપીયા 100 ની પ્રવેશ ફી,બેંક ચાર્જ રુ.5.90 અને પોસ્ટ ઓફિસ ચાર્જ 12 રુપીયા ચાર્જ નક્કી કરાયા છે.જ્યારે એસસી,એસટી,ઈડબલ્યુએસ,એસસીબીસી અને એક્સ આર્મી મેન માટે કોઈ પ્રવેશ ફી રાખવામાં આવી નથી.
અનાર્મ લોક રક્ષક કોન્સ્ટેબલ,આર્મ્સ લોક રક્ષક કોન્સેટેબલ તથા એસઆરપીએફ જેવી ત્રણ કેટેગરીમાં ભરતી કરવામાં આવશે.ઉમેદવારો માટે શૈક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ અને ઉંમર 18 થી 34 નક્કી કરવામાં આવી છે.
આઈપીએસ હસમુખ પટેલ કહે છે કે અત્યારે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે.ડિસેમ્બર માસમાં ફીજીકલ ટેસ્ટ લેવામાં આવશે,જે પ્રક્રિયા બે માસ સુધી ચાલશે.ત્યારબાદ લેખીત પરિક્ષા લેવાનો પ્રારંભ કરવામાં આવશે.જોકે કયા કયા સ્થળે પર ફિજીકલ ટેસ્ટ અને લેખીત પરીક્ષા લેવામાં આવશે.તે અંગેના સ્થળ હજુ નક્કા કરવામાં આવ્યા નથી.જો કે સમગ્ર ભરતી પ્રક્રિયાને પારદર્શી બનાવવા માટે બાયો મેટ્રીકનો ભરપુર ઉપયોગ કરાશે.છેલ્લા પાંચ વર્ષથી તેનો ઉપયોગ કરાયો જે સફળ રહ્યો છે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM