મહાનગર ભાજપા દ્વારા ‘કોંગ્રેસ સદબુદ્ધિ મૌન ધરણા કાર્યક્રમ’ વિધાનસભા સામે સ્થિત ડૉ. બાબાસાહેબ આંબેડકર પ્રતિમા પાસે યોજાયો.

મહાનગર ભાજપા પ્રમુખશ્રી ઋચિર ભટ્ટ, ડેપ્યુટી મેયરશ્રી પ્રેમલસિંહ ગોલ, મહામંત્રીશ્રી કનુભાઇ દેસાઇ, બક્ષીપંચ મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ નાઝાભાઈ ઘાંઘર, સંગઠનના હોદ્દેદારો, કોર્પોરેટરશ્રીઓ, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.

પંજાબમાં કોંગ્રેસ સરકારે ગંદી નિન્મ રાજનીતિ કરી ગુજરાતના પનોતાપુત્ર દેશનું ગૌરવ એવા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના જીવને જોખમમાં નાખવાના કરેલા દુષ્પ્રયાસ અને હલકી રાજનીતિને વખોડી કાઢી ‘મૌન ધરણા’ કર્યા.

ગાંધીનગર મહાનગર ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, આજરોજ મહાનગર ભાજપ દ્વારા મહાનગર ભાજપા પ્રમુખશ્રી ઋચિર ભટ્ટની આગેવાની હેઠળ ‘કોંગ્રેસ સદબુદ્ધિ મૌન ધરણા કાર્યક્રમ’ વિધાનસભા સામે સ્થિત ડૉ. બાબાસાહેબ આંબેડકર પ્રતિમા પાસે યોજાયો હતો. આ કાર્યક્રમમાં મહાનગર ભાજપા પ્રમુખશ્રી ઋચિર ભટ્ટ, ડેપ્યુટી મેયરશ્રી પ્રેમલસિંહ ગોલ, મહામંત્રીશ્રી કનુભાઇ દેસાઇ, બક્ષીપંચ મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ નાઝાભાઈ ઘાંઘર, સંગઠનના હોદ્દેદારો, કોર્પોરેટરશ્રીઓ, અગ્રણીશ્રીઓ, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. આજના ‘કોંગ્રેસ સદબુદ્ધિ મૌન ધરણા કાર્યક્રમ’મા ઉપસ્થિત સર્વેએ પંજાબમાં કોંગ્રેસ સરકારે ગંદી નિન્મ રાજનીતિ કરી ગુજરાતના પનોતાપુત્ર દેશનું ગૌરવ એવા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના જીવને જોખમમાં નાખવાના કરેલા દુષ્પ્રયાસ અને હલકી રાજનીતિને વખોડી કાઢી ‘મૌન ધરણા’ કર્યા હતા તેમજ PM મોદીજીના દીર્ઘાયુ થાય તેવી પ્રાર્થના કરી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *