કાયદા મંત્રીશ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ સયાજી હોસ્પિટલમાં કોવિડ સારવાર વ્યવસ્થાનું કર્યું આકસ્મિક બાહ્ય નિરીક્ષણ…

સુચારુ વ્યવસ્થા અંગે સંતોષ વ્યક્ત કરવાની સાથે લોકોને કોવિડ એસ.ઓ.પી.પાળવા કર્યો અનુરોધ…

વડોદરા

મહેસૂલ અને કાયદા મંત્રીશ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ગઈકાલે સયાજી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લઈને કોવિડ વોર્ડનું બહાર થી નિરીક્ષણ કર્યું હતું. તેમણે દવાઓ,સાધન સામગ્રી અને બેડની ઉપલબ્ધિ અંગે પરામર્શ કર્યો હતો તથા સુચારુ વ્યવસ્થાઓ માટે સંતોષની લાગણી વ્યક્ત કરી હતી.

તેમણે જણાવ્યું કે આકસ્મિક મુલાકાત થી વાસ્તવિક સ્થિતિ,મુશ્કેલીઓ, વ્યવસ્થામાં ખૂટતી બાબતો અને કર્મચારીઓની નિયમિતતા જેવી બાબતોનું આકલન થઈ શકે છે.

તેમણે નાગરિકોને માસ્ક સહિતની કોવિડ તકેદારીઓ ચુસ્ત રીતે પાળવા ખાસ અનુરોધ કર્યો હતો.

જિલ્લા પ્રભારી અને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી પ્રદીપ પરમારે પણ ગઈકાલે રાત્રે મેયરશ્રી તથા પદાધિકારીઓ સાથે કોવિડ સારવાર માટે સયાજી હોસ્પિટલની પાંખ તરીકે સમરસ હોસ્ટેલ ખાતે કાર્યરત કરવામાં આવતી વધારાની સારવાર સુવિધાઓનું નિરીક્ષણ કરીને જરૂરી સૂચનાઓ આપી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *