ધારાસભ્યશ્રી બલવંતસિંહ રાજપૂત ના જન્મદિવસની ઉજવણી સિદ્ધપુરમાં સેવા, શિક્ષણ, પર્યાવરણ અને ભક્તિ ના સમન્વય સાથે અત્યંત ભવ્ય રીતે કરવામાં આવી. જન્મદિવસના દિવસે ધારાસભ્યશ્રી બલવંતસિંહ રાજપૂત ના પરિવારજનો, શિક્ષણ પરિવાર, કાર્યકર્તાઓ અને શુભેચ્છકોએ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી તેમને અભિવાદન પાઠવ્યા.

ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે શિક્ષણ અને સેવાના કાર્યો
જન્મદિવસની શરૂઆત ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે આત્મીય સ્વાગત અને ત્યારબાદ મંદિરે પૂજા-અર્ચના કરી ઈશ્વરના આશીર્વાદ લેવામાં આવ્યા. આ પ્રસંગે યુનિવર્સિટીમાં AI. લેબ તથા રિસર્ચ લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સાથે સાથે નક્ષત્રવન ખાતે વૃક્ષારોપણ અને થેલેસેમિયા પીડિત બાળકો માટે બ્લડ ડોનેશન કેમ્પની પણ મુલાકાત લેવામાં આવી. ધારાસભ્યશ્રીએ રક્તદાતાઓને અભિનંદન આપતા કહ્યું કે થેલેસેમિયા પીડિત બાળકો માટે રક્તદાન અનેક પરિવારો માટે આશાનું કિરણ બને છે.

સિદ્ધપુર કેરા ક્લબ ખાતે અભિવાદન અને રક્તદાન
સિદ્ધપુર કેરા ક્લબ ખાતે સિદ્ધપુર નગરપાલિકા અને શહેર ભાજપ દ્વારા આયોજિત અભિવાદન સમારોહ અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. આ પ્રસંગે સિંધિ સમાજ, ક્ષત્રિય સમાજ, ડેરીયાપુરા, ગંગાપુરા, ફૂલપુરા મંડળ સહિત વિવિધ સમાજા, નગરપાલિકાના સદસ્યો, APMC ચેરમેન, સાગર ડેરીના ડિરેક્ટર, પોલીસ ઇન્સ્પેક્ટર અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપÂસ્થત રહ્યા. ધારાસભ્યશ્રીએ સૌના સ્નેહને જનસેવાની પ્રેરણા ગણાવી.
મંદિરોમાં પૂજા, ગૌસેવા અને વૃક્ષારોપણ
જન્મદિવસને આધ્યાત્મક રંગ આપવા પથ્થરપોળના શ્રી વટેશ્વર મહાદેવ મંદિરે લઘુરુદ્ર પાઠ, સત્યનારાયણ કથા અને મહાઆરતીમાં ભાગ લીધો. સિદ્ધેશ્વર મહાદેવ મંદિર, સાઈબાબા મંદિર, હનુમાનજી મંદિર ખાતે પણ દર્શન અને અભિષેક કરવામાં આવ્યા. સાથે “એક પેડ મા કે નામ” અભિયાન હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવ્યું. કામધેનુ ગૌશાળા ખાતે ગૌમાતાને ઘાસ-ગોળ ખવડાવી ગૌસેવા અને દાન પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ, APMC ચેરમેન અને ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા.
કાર્યક્રમના અંતે ધારાસભ્યશ્રી બલવંતસિંહ રાજપૂત એ જણાવ્યું કે, “આપ સૌએ આપેલો પ્રેમ અને આશીર્વાદ મારા માટે સૌથી મોટી ભેટ છે. આ સ્નેહ મને શિક્ષણ, સમાજસેવા અને જનકલ્યાણ માટે સતત નવી ઊર્જા આપશે.”