વડનગર ખાતે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકીએ હાટકેશ્વર મહાદેવના દર્શન કરી જનસુખાકારી માટે પ્રાર્થના કરી

વડનગર ખાતે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકીએ હાટકેશ્વર મહાદેવના દર્શન કરી જનસુખાકારી માટે પ્રાર્થના કરી

અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રીએ ‘વડનગર શ્રાવણોત્સવ’ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમનો દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરાવ્યો

અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના મંત્રી શ્રી રમણભાઈ સોલંકીએ આજે વડનગરના ઐતિહાસિક અને પૌરાણિક શ્રી હાટકેશ્વર મહાદેવના સાનિધ્યમાં દર્શન અને પૂજા-અર્ચના કરી જનસુખાકારી માટે પ્રાર્થના કરી હતી. પવિત્ર શ્રાવણ માસના ઉપલક્ષમાં મંત્રીશ્રીએ મહાદેવના આશીર્વાદ મેળવી રાજ્યના નાગરિકોના કલ્યાણ અને સુખ-સમૃદ્ધિની કામના કરી હતી. આ ધાર્મિક મુલાકાત બાદ મંત્રીશ્રીએ વડનગરની સાંસ્કૃતિક ધરોહરને ઉજાગર કરતા ‘વડનગર શ્રાવણોત્સવ’ અંતર્ગત આયોજિત વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમનો દીપ પ્રાગટ્ય દ્વારા વિધિવત પ્રારંભ કરાવ્યો હતો.વડનગરની વૈશ્વિક ઓળખ અને તેની કલા-સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાના હેતુથી આ વિશિષ્ટ શ્રાવણોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, રાજ્ય સંગીત નાટક અકાદમી, વડનગર વિકાસ સમિતિ અને શ્રી હાટકેશ્વર મહાદેવ સંસ્થાનના સંયુક્ત સહયોગથી આ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.શ્રાવણ માસના પવિત્ર વાતાવરણમાં આયોજિત આ ઉત્સવમાં વિવિધ કલાકારો દ્વારા સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી. હાટકેશ્વર મહાદેવ સંસ્થાનના પરિસરમાં આયોજિત આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ શ્રીમતી મિતિકાબેન શાહ, સ્થાનિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *