બરકાંઠા જિલ્લામાં “બેટી બચાવો, બેટી પઢાવો” જિલ્લા ટાસ્કફોર્સ સમિતિની બેઠક

સાબરકાંઠા જિલ્લામાં “બેટી બચાવો, બેટી પઢાવો” જિલ્લા ટાસ્કફોર્સ સમિતિની બેઠક અને એક દિવસીય વર્કશોપ જિલ્લા સમાહર્તાશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં જિલ્લા વહીવટી તંત્ર અને ક્રાય – યુનિસેફના સહયોગથી યોજાયો. આ પ્રસંગે જિલ્લા સમાહર્તા દ્રારા એક દિવસીય વર્કશોપમાં “બેટી બચાવો, બેટી પઢાવો” યોજનાના ઉદ્દેશ્ય અંગે વિસ્તૃત ચર્ચા કરી જણાવ્યું હતુ કે, સરકાર દ્રારા સ્ત્રીભૃણ હત્યા અટકે અને જાતિ પરિક્ષણ જિલ્લામાં બિલકુલ ન થાય તેની ખાસ તકેદારી આરોગ્ય વિભાગે રાખવી. હાલ આપણા જિલ્લામાં જાતિદર ૯૨૪ છે જે હજુ વધવો જોઇએ. આ સાથે દિકરીઓના અસ્તિત્વ, સુરક્ષા અને શિક્ષણને સુનિશ્ચિત કરવું અને વિકાસની પ્રકિયામાં ભાગીદાર બનાવવી. આ વર્કશોપમાં ક્રાય-યુનિસેફના દિપક પુરોહિતે બાળકોના અધિકારો અને તેમની જરૂરીયાતો અંગે વિસ્તૃત જાણકારી આપી ઉપસ્થિત અમલીકરણ અધિકારીઓ સાથે મુક્ત ચર્ચા-વિચારણા કરી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિપેન શાહ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. રાજેશ પટેલ, મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રી દિપેન પંડ્યા, દહેજ પ્રતિબંધક સુશ્રી મેઘા ગોસ્વામી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી એસ.કે.વ્યાસ, ડી.પી.ઓ.શ્રી ચૌધરી, જિલ્લા આઇ.સી.ડી.એસ. અધિકારીશ્રી ચારણ, સમાજસુરક્ષા અધિકારીશ્રી મહેશભાઇ અને અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *