ઉત્તર ગુજરાતના અને ગુજરાતના જાણીતા સંગીતકાર ભુવાજી વિજય સુવાળા સાત મહિના બાદ આપના ઘરે થી પોતાના ઘરે હર્ષોલ્લાસ સાથે આજે પાછા ફર્યા.

ગુજરાત વિધાનસભા ની 2022 ની ચૂંટણી પહેલો આમ આદમી પાર્ટીમાં મોટો ભૂકંપ નો ઝટકો આવ્યો છે .આજથી સાત મહિના પહેલો વાજતે ગાજતે વિજય સુવાળા ને પોતાના કરી લીધા હતા પરંતુ આજે જ્યારે વિજય સુવાળા ને ખ્યાલ આવ્યો કે હું તો કોઈ બીજાના ઘરમાં ઘૂસી ગયો હોય તેવું લાગે છે. ત્યારે સાંજનો ભૂલેલો સવારે આવે તે રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયેલા જાણીતા ગાયક કલાકાર વિજય સુવાળા એ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડયો છે. વિજય સુવાળા કેટલાય સમયથી આંતરિક વિખવાદના પગલે નારાજ હતા. જેને લઇને આમ આદમી પાર્ટીમાં ઘણા સમયથી નિષ્ક્રિય હતા તેવામાં હવે રાજીનામા બાદ તેઓ કમલમ જઈને ભાજપમાં જોડાયા છે.આજે તેમને વિશેષ વાત કરતા કહ્યું કે દરેક રાજકીય પક્ષની નીતિ અલગ હોય છે. પરંતુ કુટુંબનો કોઈ મોભી એક પક્ષમાં હોય તો દીકરાને, પરિવારે પણ એ જ પાર્ટીમાં રહેવું જોઇએ ત્યારે મારી ઉંમર નાની છે અને હું આજે ઘરે પાછો ફર્યો છું .તેવો મને અહેસાસ થઈ રહ્યો છે. સુવાળા એ વધુ વાત કરતો જણાવ્યું કે મેં કોઈ ઉતાવળમાં કાર્ય નથી કર્યું, સભાનતામો રહીને મેં આત્મા નિર્ણય લીધો છે. મેં રાજીનામાની જાહેરાત કરી ત્યારે મારા 2,000 સમર્થકોએ પણ મારી સાથે રાજીનામા આપ્યા છે. હાલ અમારું 2000 નું ગ્રુપ સેવાકીય કાર્યો સાથે જોડાયેલું છે કોરોના ગાઈડલાઈન ને ધ્યાનમાં રાખીને કોઈ શક્તિપ્રદર્શન મેં કર્યું નથી .આજે મારી સાથે 5,000 લોકસેવકો અને કાર્યકર્તાઓ મારી સાથે ભાજપમાં જોડાશે આજે મને ખરેખર મારા ઘેર આવવા નો મને ખૂબ જ આનંદ છે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM