આહીર યુવા કલ્યાણ સમિતિ સુરત દ્વારા સમાજ સેવા ની અનોખી પહેલ

આહીર યુવા કલ્યાણ સમિતિ સુરત દ્વારા આ કોરોના મહામારીમાં ગુજરાત સરકારની ગાઈડ લાઇન પ્રમાણે ઘરે લગ્ન કરતા વર અને કન્યા પક્ષ ના વાલી શ્રી ઓને પરમિશન અને કુંવરબાઈ નું મામેરું મેરેજ સલટી કાઢી આપવાની જવાબદારી લેતા આહીર યુવા કલ્યાણ સમિતિ સુરત ના મુખ્ય કન્વીર કેતનભાઈ વાણીયા
કોરોના મહામારીના લીધે સુરત શહેર અને ગુજરાત મા મોટે ભાગે સમૂહ લગ્ન ના આયોજન મુલતવી રાખવામાં આવતા પડતી મુશ્કેલી માટે સેવા ભાવિ સંસ્થાઓ આગળ આવી.કોરોનાની ત્રીજી લહેર અચાનક આવી જતા ઘણા સમાજ દવારા અગાવ આયોજિત કરેલ સમૂહલગ્ન મોકૂફ રાખવાની નોબત આવી છે જેના અનુસંધાને મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને લગ્ન કરવાએ મુસીબત ઉભી થઇ રહી છે ત્યારે સુરત શહેર ની સંસ્થા *આહીર યુવા કલ્યાણ સમિતી અને અન્ય સેવા સંસ્થાઓ દ્વારા મધ્યમવર્ગની વ્હારે આવી છે જ્યારે સમૂહલગ્ન મુલતવી રાખવામા આવેલ હોય તેવા સમયે કન્યા પક્ષ અને વર પક્ષના માતા પિતા કોરોના ગાઈડ લાઇન ને લઈ મુંઝવણમા આવી ગયા કે પરમિશન કેમ લેવી, કઈ રીતે ,ક્યાંથી લેવી અને એક બાજુ અફવાનો દોર ચાલી રહ્યો હતો કે ઘરે લગ્ન કરશો તો મેરેજ સર્ટી નહી મળે કુંવરબાઈ નું મામેરું પણ નહી મળે આ બધી વાહિયાત વાતો આહીર યુવા કલ્યાણ સમિતિના કન્વીર કેતનભાઈ વાણીયા પાસે પહોચી અને એમને તાત્કાલિક વર પક્ષ અને કન્યા પક્ષ ના માતા પિતા નો સંપર્ક કર્યો અને આવી વાહિયાત વાતો અને અફવાથી દૂર રહેવા જણાવ્યું અને ગુજરાત સરકાર ની ગાઈડ લાઇન પ્રમાણે પરમિશન પણ મળશે અને મેરેજ સર્ટી અને કુંવરબાઈ નું મામેરું પણ મળવાપાત્ર છે અને વરપક્ષ અને કન્યાપક્ષ ને બાહેધરી પણ આપી કે તમારા ઘરે લગ્ન શાંતિ પૂર્વક થાય અને લગ્ન થયા પછી મેરેજ સર્ટી અને કુંવરબાઈ નું મામેરા માટે ની જરૂરી કાર્યવાહીમાં સહયોગ પણ અમે આપીશું.
ખરેખર આ મહામારીમાં સમુહલગ્નના આયોજનો મોકૂફ રહેતા ઘણા પરિવારો મૂંઝવણ અનુભવી રહ્યા હોય અગાવથી કરેલી બધી સગવડો, આયોજનોમાં ખલેલ પડે અમુક સમયે પારિવારિક રીતે ઘણા પ્રશ્નો ઉદભવે આવી ઘણી સમસ્યાનો સામનો કરવો પડે તેમ છે.તેવા સમયે દરેક સમાજની સામાજિક સંસ્થાઓએ વરકન્યા ના માતાપિતાને જરૂરી તમામ સહયોગ આપીને આગવું ઉદાહરણ રૂપ કામ કરી સમાજ ભાવના આગળ કરવી રહી.બધા જ લોકો ઘરે લગ્ન કરે અચાનક પોતાનાથી બધા આયોજન કરવા શક્ય ન બને તેવા કિસ્સામાં જે તે સંસ્થાઓ પોતાના સમાજના લોકોને જરૂરી સહયોગ આપી પ્રસંગ દિપાવે તેવી અપેક્ષા આહીર હિત રક્ષક સમિતિ અને અન્ય સેવાભાવી સંસ્થાઓ રાખી રહી છે. કોઈ સામાજિક સંસ્થા ઝડ વલણ રાખવાને બદલે સમાજના છેવાડાના લોકોને સહયોગ આપવાની ભાવના રાખવાં અપીલ કરવામાં આવી છે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM