
મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના રણજીતપુરા ખાતે જળ સંચયના ભગીરથ કાર્યનું સંતરામપુર વિધાનસભા ધારાસભ્યશ્રી ડૉ.કુબેરભાઈ ડીંડોરે રૂબરૂ નિરીક્ષણ કરવાનો અવસર મળ્યો.
આ ગામના ઉત્સાહી યુવાનો, વડીલો, બહેનોએ આશરે ₹૪.૫૦ લાખ જેટલી માતબર રકમ એકઠી કરી ‘ધોળકિયા ફાઉન્ડેશન’માં જમા કરાવી છે. ગામલોકોના આ અદભુત સમર્પણને બિરદાવીને ફાઉન્ડેશન દ્વારા પણ આ રકમ બમણી કરીને ગામના વિકાસ માટે આપવામાં આવી છે.

આ સહયોગથી હવે ગામની આસપાસના ત્રણ મોટા તળાવોને ઊંડા ઉતારવાનું પ્રશંસનીય કાર્ય હાથ ધરાશે, જેનો સીધો લાભ આવનારા સમયમાં સમગ્ર પંથકને મળશે અને પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે.
આ તકે મહીસાગર જિલ્લા પ્રમુખશ્રી દશરથસિંહ બારીયા,બાલાસિનોર ધારાસભ્યશ્રી માનસિંહ ચૌહાણ,જિલ્લા મહામંત્રીશ્રી ચિંતનભાઈ પટેલ,તેજસભાઈ શાહ,કમલેશભાઈ પાદરીયા, સહીત ગામના આગેવાનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
