આયોજન અનુસાર ખાતરનો પુરવઠો મળી રહે એ માટે રજૂઆત કરતાં કૃષિમંત્રી શ્રી રાઘવજી પટેલ

દિલ્હી ખાતે કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રીશ્રી તથા કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રીશ્રી તથા શ્રમ અને રોજગાર મંત્રીશ્રી સાથે મુલાકાત લેતા કૃષિમંત્રી શ્રી રાઘવજી પટેલ

કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી શ્રી મનસુખભાઇ માંડવીયાજી સાથે મુલાકાત લઇ ગુજરાતમાં સમયસર ખાતરનો પુરવઠો પહોંચાડવા બદલ આભાર અભિવ્યક્તિ સાથે ખરીફ ઋતુમાં આયોજન અનુસાર ખાતરનો પુરવઠો મળી રહે એ માટે રજૂઆત કરતાં કૃષિમંત્રી શ્રી રાઘવજી પટેલ

કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી તથા શ્રમ અને રોજગાર મંત્રીશ્રી ભૂપેન્દ્ર યાદવજી સાથે મુલાકાત લઈ જામનગર ગ્રામ્યના ખીજડીયા પક્ષી અભયારણ્યને રામસર સાઈટ તરીકે જાહેર કરવા બદલ આભાર અભિવ્યક્તિ સાથે આ સાઈટના વિકાસ અંગે ચર્ચા અને રજૂઆત કરતાં કૃષિમંત્રી શ્રી રાઘવજી પટેલ

કૃષિમંત્રી શ્રી રાઘવજી પટેલે તા.૧૦-૦૨-૨૦૨૨ના રોજ દિલ્હી ખાતે કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી શ્રી મનસુખભાઇ માંડવીયાજી તથા કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી તથા શ્રમ અને રોજગાર મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવજી સાથે મુલાકાત કરી હતી. દિલ્લી ખાતેની આ મુલાકાત દરમ્યાન કૃષિમંત્રી શ્રી રાઘવજી પટેલે આંતરરાષ્ટ્રીય સ્તરે રાસાયણિક ખાતરની અછત હોવા છતાં ગુજરાતના ખેડૂતોને જરૂરિયાતના સમયે યુરિયા ખાતર તથા DAP ખાતરનો પૂરતો જથ્થો પહોંચાડીને સમયસર મદદ કરી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીજીના ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પને સાર્થક કરવામાં મદદરૂપ થવા બદલ કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી શ્રી મનસુખભાઇ માંડવીયાજીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. આ સાથે જ કૃષિમંત્રીશ્રીએ આગામી ખરીફ ઋતુમાં રાજ્યના આયોજન પ્રમાણેનો ખાતરનો પુરવઠો ગુજરાતના ખેડૂતોને સમયસર મળી રહે એ માટે રજૂઆત પણ કરી હતી. જેના પ્રત્યુત્તરમાં કેન્દ્રીય મંત્રીશ્રીએ ગુજરાતના ખેડૂતોને ખાતરનો પુરવઠો સમયસર પહોંચાડવાની બાહેંધરી આપતાં કૃષિમંત્રીશ્રીએ આભાર વ્યક્ત કર્યો હતો. મંત્રીશ્રીની આ મુલાકાત દરમિયાન સાંસદશ્રી પુનમબેન માડમ અને સાંસદશ્રી શ્રી રામભાઈ મોકરિયા સાથે રહ્યા હતા. આ ઉપરાંત કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન તથા શ્રમ અને રોજગાર મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવજી સાથે મુલાકાત લઈ જામનગર ગ્રામ્યના ખીજડીયા પક્ષી અભયારણ્યને રામસર સાઈટ તરીકે જાહેર કરવા બદલ મંત્રીશ્રી રાઘવજીએ આભાર વ્યકત કર્યો હતો. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી આ ક્ષેત્રને એક નવી ઓળખ મળવા સાથે ક્ષેત્રના વિકાસને વેગ પણ મળશે. સાથે જ ખીજડીયા પક્ષી અભયારણ્યની રામસર સાઈટ ખાતે વધુ રિસર્ચ, પક્ષી સંરક્ષણ, રોજગાર, પ્રવાસન અને વિકાસકાર્યોને આગળ ધપાવવા માટે તથા રાજ્યના પર્યાવરણને લગતા અન્ય મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી હતી. મંત્રીશ્રીની આ મુલાકાત દરમિયાન સાંસદશ્રીઓ પુનમબેન માડમ, શ્રી રમેશભાઈ ધડુક તથા શ્રી રામભાઈ મોકરીયા સહભાગી થયા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM