મહેસાણાની ગેલેક્સી હાર્ટ હોસ્પિટલ ને ઉત્તર ગુજરાતની બેસ્ટ હોસ્પિટલ માટે એવોર્ડ

દિવ્યભાસ્કર દ્વારા અમદાવાદ ની હોટલ મેરિયોટ ખાતે યોજાયેલા “ Eminemce awards.. 2022 ” સમારંભમાં માનનીય કેબિનેટ મંત્રી શ્રી પૂર્ણેશ મોદી અને કેબીનેટ મંત્રી શ્રી અર્જુનસિંહ ચૌહાણ ના હસ્તે મહેસાણાની ગેલેક્ષી હોસ્પિટલ ને ઉત્તર ગુજરાતી શ્રેષ્ઠ હાટૅ હોસ્પિલ અને ડોક્ટર કમલેશ ઠક્કર ને ઉત્તર ગુજરાતના શ્રેષ્ઠ હાટૅ સર્જનના એવોર્ડથી સન્માનતી કરવામાં આવેલ છે.. ડોક્ટર કમલેશ ઠક્કર નો સંપર્ક કરતા તેમણે કહ્યું કે પ્રથમ તો મારી ટીમ નો સ્પેશ્યલ આભાર માનું છું. તેમજ મારા માતા – પિતા , પરિવાર તથા મારા વ્હાલા મિત્રો તથા એ લાખો દર્દી ઓ તથા તેમના પરિવારજનો જેમણે મને અહીં પહોંચાડવા માં મદદ કરી છે . તેમની વાતચીતમાં અહંકાર રાખ્યા વગર સહજતા નો ભાવ બતાવતા હોય તે રીતે સરળતા બતાવી હતી. તેઓ એ વિશેષ માહિતી આપતા જણાવ્યું કે ગેલેક્સી હોસ્પિટલમાં અત્યાર સુધીમાં હૃદયના ,પગના ,મગજના, કિડનીના તથા પેટની નળીઓના કુલ ૧૨,૫૦૦ થી પણ વધુ ઓપરેશન કરેલ છે તેમજ મહેસાણા અને અમદાવાદ સ્ટર્લીંગ તથા સાલ હોસ્પિટલમાં પણ અત્યાર સુધીમાં તેમણે ૮ થી ૧૦ હજાર ઓપરેશન કરેલ છે. તેમને ઉત્તર ગુજરાત અને રાજસ્થાનના એક લાખથી વધારે દર્દીઓને તપાસ કરેલ છે. અમારી હોસ્પિટલ દ્વારા મૂખ્ય મંત્રી યોજના તથા પ્રધાન મંત્રી યોજનામાં ૫૦૦૦ પાંચ હજાર થી પણ વઘારે ઓપરેશન તદ્દન ફ્રી માં કરેલ છે. તેમણે કહ્યું કે કુદરતે મને લોકોની સેવા કરવા માટે સર્જન કર્યો છે. તો હું એક પણ તક ચૂક્યા વગર તે હરહંમેશ સેવા કરતો રહીશ.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM