અધ્યક્ષ ર્ડા . નીમાબેન આચાર્યના પ્રયાસોથી રૂદ્રમાતા મધ્યમ સિંચાઇ યોજનાને ઊંડી ( ડિપનીંગ કામ ) કરવા માટે રૂા .૪.૧૧ કરોડની ફાળવણી કરવામાં આવી .

ચ્છ જીલ્લામાં રૂદ્રમાતા મધ્યમ સિંચાઇ યોજનાના ડિપનીંગ વર્કની બાબત જળસંપતિ વિભાગમાં ઘણા લાંબા સમયથી વિચારણા હેઠળ હતી . ખેડૂતોનું હિત જેના હૈયે વસેલ છે તેવા પ્રજાભિમુખ લોકપ્રતિનિધી ર્ડા . નીમાબેને જયારથી વિધાનસભાના અધ્યક્ષ તરીકેનો પદભાર સંભાળ્યો ત્યારથી પોતાના જીવનની પત્યેક પળ પ્રજાના હિતમાં જ વાપરવાનો સંકલ્પ કરેલ હતો જેના પરિણામે તેમના અવિરત પ્રયાસોથી તેમણે નર્મદા અને જળસંપતિ વિભાગના મંત્રી તથા સચિવ સ્તરની વારંવાર બેઠકો યોજીને રાજય સરકારમાંથી રૂદ્રમાતા મધ્યમ સિંચાઇ યોજના માટે અંદાજે રૂા . ૪ કરોડ અને ૧૧ લાખની માતબર રકમની ફાળવણી કરાવી . રુદ્રમાતા ડીસિલટિંગ માટે અંદાજે ૮૧,૬૦૦૦ કયુબિક મીટરનું ખોદાણ લીધેલ છે . જેના લીધે અંદાજે ડેમ માં ૨૮.૮૨ એમ.સી. એફ.ટી. નો સંગ્રહ શકિત માં વધારો થવા પામશે . આ યોજનાથી જીલ્લાની હાલ જે ખેતી વિષયક તથા સિંચાઇના પાણી વિષયક પ્રશ્નો છે તેનું નિરાકરણ થશે . કચ્છનો ખેડૂત માત્ર આકાશી ખેતી પર અવલંબિત રહેવાના બદલે ભૂગર્ભ જળના સ્તર ઊંચે આવતા ખેતી વ્યવસાયમાં સ્વાશ્રયી અને આત્મનિર્ભર બનશે . તેઓની આવક હાલની છે તે કરતાં બમણી થશે . કેટલાક લોકો ખેતી સાથે પૂરક વ્યવસાય તરીકે પશુપાલનમાં રોકાયેલા છે . આવા પશુપાલકોને પણ પાણીની સહજ ઉપલબ્ધીથી ધાસચારાનો પ્રશ્ન હળવો થશે . આમ , આ યોજનાથકી ભૂમિપુત્રો , પશુપાલકો , છૂટક ખેતીકામ કરતા મજૂરો લગભગ બધાને ફાયદો થશે તેવો દ્રઢ વિશ્વાસ અધ્યક્ષશ્રી ર્ડા.નીમાબેન આચાર્યએ વ્યકત કર્યો હતો .
આ તબકકે તેમણે જણાવ્યું હતુ કે રાજય સરકારના સંનિષ્ઠ પ્રયાસોથી ” કચ્છ એટલે સૂકો સૂકો પ્રદેશ ” ” વેરાન પ્રદેશ ” ખેતીના અભાવનો પ્રદેશ તે વર્ષો જૂની વિભાવનાઓ અને ખ્યાલોનો હવે અંત આવશે અને કચ્છના ખેડૂતોમાં પાણીની ઉપલબ્ધિ તથા ભૂગર્ભ જળની સપાટી ઊંચી જવાના લીધે નવી આશાનો સંચય થશે . આદરણીય પ્રધાનમંત્રીશ્રી મોદીજીએ કહયું હતુ કે કચ્છ ગુજરાતના કુલ ભૌગોલિક વિસ્તારનો ૧/૩ ભાગ ધરાવતો હોવાથી જો કચ્છ ને આપણે પીવા લાયક અને સિંચાઇનું પર્યાપ્ત પાણી આપીશું તો કચ્છને લીલુ છમ નંદન વન બનતા સ્હેજ પણ વાર નહીં લાગે . હું કચ્છને ભારતનું સિંગાપુર બનાવવા માંગુ છુ તેમ તેઓ વારંવાર કહેતા હોય છે . નાની છુ અને મધ્યમ સિંચાઇના આવા સુચારૂ વ્યવસ્થાપન અને વિતરણના આધારે આપણે આપણા બધા જ ભૌતિક લક્ષ્યાંકો પાર પાડીને કચ્છને હરીયાળો પ્રદેશ બનાવવાના કામમાં લાગી જવા તેમણે કચ્છના પ્રજાજનોને હાકલ કરી છે . ખેડૂતો જગતનો તાત છે , તે બિચારો કે ઓશિયાળો નહી રહે અને સ્વનિર્ભર બનશે અને તેના થકી આપણે ગુજરાતને પણ આત્મનિર્ભર બનાવીશું તેવી તેમણે અપીલ કરી હતી .

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM