તા. ૩૦ એપ્નિલે ખંડગ્રાસ સૂર્યગ્રહણનો અવકાશી નજારો

તા. ૩૦ એપ્નિલે ખંડગ્રાસ સૂર્યગ્રહણ

અમદાવાદ : દુનિયાના દેશો અને અમુક પ્નદેશોમાં આગામી એપ્નિલ તા. ૩૦ મી એ ખંડગ્રાસ સૂર્યગ્રહણનો અદ્દભુત અવકાશી નજારો બનવાનો છે. આ ગ્રહણ ભારતમાં દેખાશે નહિ જયારે દક્ષિણ અમેરિકા, પૂર્વ પેસિફિક મહાસાગર વિસ્તારોમાં આહલાદક જોવા મળવાનું છે. ગ્રહણની અવધિ ૩ કલાક ને પર મિનિટની છે. જે પ્નદેશોમાં ખંડગ્રાસ ગ્રહણ થવાનું છે ત્યાં વૈજ્ઞાનિકો, ખગોળપ્નેમીઓ, જાગૃત રસિકો જોવા માટે થનગની રહ્યા છે. રાજયમાં અવકાશી ગ્રહણ સંબંધી ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરી લોકોને વૈજ્ઞાનિક સમજ આપી ભારતમાં વર્ષો જુની ગ્રહણ સંબંધી ગેરમાન્યતા, રીત–રિવાજો, પરંપરાને તિલાંજલિ આપવાના કાર્યક્રમોને આખરી ઓપ આપી રહ્યા છે.
સંવત ર૦૭૮ ચૈત્ર વદ અમાસને શનિવાર તા. ૩૦ મી એપ્નિલના રોજ મેષ રાશિ ભરણી નક્ષત્રમાં થનારૂ ખંડગ્રાસ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહિ જયાર પૂર્વ પેસિફિક મહાસાગર અને દક્ષિણ અમેરિકા વિસ્તારોમાં અદ્દભુત આહલાદક જોવા મળવાનું છે.
ભારતીય સમય મુજબ ભૂમંડલે ગ્રહણ સ્પર્શ : ર૪ કલાક ૧પ મિનિટ ૧૯ સેકડ, ગ્રહણ મધ્ય : ર૬ કલાક ૧૧ મિનિટ ૩૭ સેકન્ડ, ગ્રહણ મોક્ષ : ર૮ કલાક ૦૭ મિનિટ પ૬ સેકન્ડ, પરમ ગ્રાસમાન : ૦.૬૩૯ રહશે. ગ્રહણ કાળ : ૩ કલાક પર મિનિટનો રહેવાનો છે.
જાથાના રાજય ચેરમેન એડવોકટ જયંત પંડયાઅ જણાવ્યું કે વર્ષ ર૦રર માં બે સૂર્યગ્રહણ અને બે ચંદ્રગ્રહણનો અવકાશી નજારો તેમાં ભારતમાં માત્ર એક જ ખંડગ્રાસ સૂર્યગ્રહણ ઓકટોબર તા. રપ મી નું જોવા મળશે. આશરે અઢી કલાકનું આ ગ્રહણ નિહાળવા માટે જાથાએ દેશભરમાં તૈયારી આરંભી દીધી છે. સૂર્યગ્રહણ નિહાળવાના ચશ્મા સાથે આંખને નુકશાન ન થાય તે માટેનું સાહિત્યનું વિતરણ કરશે. દિવાળીના માહોલમાં લોકો પોતાના ઘરેથી ખંડગ્રાસ સૂર્યગ્રહણ જોઈ શકે તેવી વ્યવસ્થા કરવાના છે.
વિશ્વના ખગોળીય વૈજ્ઞાનિકો જે પ્નદેશમાં ખંડગ્રાસ સૂર્યગ્રહણની ખગોળીય ઘટના બનવાની છે તે વખતે દુલર્ભ તસ્વીરો, વિડિયોગ્રાફી અને તાપમાન, વાતાવરણ ભૌગોલિક ફેરફારો વિગેરેની સુક્ષ્મતમ માહિતી મેળવવા સંશોધનો કરે છે. ચોક્કસ જગ્યા માટે પડાપડી કરતા હોય છે. વિજ્ઞાનથી માનવી અતિ સમૃદ્ધ–સુખી થયો છે. જયારે લેભાગુઓ ગ્રહણ સમયે જાત–જાતની ભાત–ભાતની ભ્રામકતા સાથે નકારાત્મક ફળકથનો કરતાં જોવા મળે છે. લાખો–કરોડો માઈલ દૂર અવકાશી ગ્રહો કે ગ્રહણોની ખોટી હકિકત લોકોના માથા ઉપર મુકી કર્મકાંડ–ક્રિયાકાંડો, પૂજા–પાઠ વિગેરે અરાજકતા લેભાગુઓ ફેલાવે છે. લોકોની ખગોળીય અજ્ઞાનતાનો લેભાગુઓ ફાયદો ઉઠાવે છે.
વિશેષમાં જયંત પંડયા જણાવે છે કે ગ્રહણ સંબંધી વર્ષો જુની માન્યતાઓ, પરંપરાઓ, રાશિ ફળકથનો, કર્મકાંડ–ક્રિયાકાંડો, જપ–તપ, સ્નાન, સૂતક–બૂતક, દાન–પુણ્ય વિગેરે બકવાસ–બોગસ ઘર કરી ગયેલી રદી માન્યતાઓ છે. ગ્રહો કે ગ્રહણો માનવજીવન કે જીંદગીને અસરકર્તા નથી તેવું વિજ્ઞાને સાબિત કરી આપ્યું હોવા છતાં લેભાગુઓ ગુમરાહ કરવામાં સફળતા મેળવી છે તેમાં લોકો જ જવાબદાર છે. ગ્રહણો કેવી રીતે આકાશમાં થાય છે તે ટી.વી. ઉપર નજરે જોઈ શકાય છે છતાં માનવી જુની માન્યતા છોડવા માંગતો નથી. પૃથ્વી ઉપર દર મિનિટે સારી–ખરાબ, હોની–અનહોની ઘટના બને છે તે કુદરતી–પ્નાકૃતિક નિયમાનુસાર બને છે તેને કોઈ રોકી કે અટકાવી શકતું નથી તેનો લાભ લેભાગુઓ પૂરબહાર લાભ મેળવી ભ્રમણા ફેલાવે છે.
રાજયમાં જાથાની વડી કચેરી, શાખાઓ અને શુભેચ્છકો ગ્રહણ સંબંધી વૈજ્ઞાનિક સમજ કાર્યક્રમો રાજકોટ, અમદાવાદ, જુનાગઢ, ગિર સોમનાથ, ભાવનગર, બોટાદ, અમરેલી, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ભુજ–કચ્છ, કુંકાવાવ, ઉપલેટા, આણંદ, નડિયાદ, વડોદરા, ભરૂચ, નવસારી, સુરત, વલસાડ, વાપી, ગાંધીનગર, મહેસાણા, પાટણ, પાલનુપર, દાહોદ, ગોધરા, પંચમહાલ સહિત વિસ્તારોમાં જનજાગૃતિ કરી લોકોને વૈજ્ઞાનિક સમજ આપી ગ્રહણની માહિતી આપી, લેભાગુથી સાવધાન રહેવા અપીલ કરશે.
ગ્રહણ સંબંધી સમજ કાર્યક્રમમાં જાથાના ઉમેશ રાવ, અંકલેશ ગોહિલ, નર્ભયિ જોશી, રાજુ યાદવ, દિનેશ હુંબલ, તુષાર રાવ, રોમિત રાજદેવ, નર્મળિ મેત્રા, રૂચિર કારીઆ, ગૌરાંગ સોઢા, કાર્તિક બાવીસી, જીજ્ઞેશ અમીપરા, રાજુ પટેલ, ગૌરાંગ કારીઆ, ભાનુબેન ગોહિલ, ભક્તિબેન રાજગોર, ભાવનાબેન વાઘેલા સહિત સ્થાનિક કાર્યકરો ભાગ લેવાના છે.
અંતમાં જાથા અને તેની શાખાઓ વર્ષો જુની માન્યતાઓ, લેભાગુઓના નકારાત્મક ફળકથનોની હોળી કરી જનજાગૃતિ કરશે. જાથાએ જનજાગૃતિ કાર્યક્રમો માટે લોકચળવળ ઉભી કરી હોય, ચમત્કારોથી ચેતો લોકજાગૃતિ કાર્યક્રમ યોજવા ઈચ્છુકોએ મો. ૯૮રપર ૧૬૬૮૯ ઉપર સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.

  • – ગ્રહણની અવધિ ૩ કલાક પર મિનિટની રહેશે.
  • – ભારતમાં દેખાશે નહિ. ગ્રહણો પરિભ્રમણની રમત.
  • – દક્ષિણ અમેરિકા, પૂર્વ પેસિફિક મહાસાગરમાં અદ્દભુત જોવા મળશે.
  • – રાજયમાં વિજ્ઞાન જાથા ગ્રહણ સંબંધી વૈજ્ઞાનિક સમજ આપશે.
KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM