કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ ગાંધીનગર ખાતે ગુજકોમાસોલના  નવા અધ્યતન બિલ્ડીંગનું લોકાર્પણ કરશે.

શ્રી ત્રિભુવનદાસ પટેલ દ્વારા વર્ષ 1960 માં ગુજકોમાસોલ ની સ્થાપના કરવામાં આવેલ.

ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (ગુજકોમાસોલ) એ રાજ્યનું સર્વોચ્ચ સહકારી માર્કેટિંગ સંઘ છે : દિલીપ સંઘાણી

દિલીપ સંઘાણીનું સહર્ષ નિમંત્રણ સ્વીકારતા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ

ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (ગુજકોમાસોલ)ની ગાંધીનગર જી.આઈ. ડી. સી. ખાતે નિર્માણ પામેલ અધ્યતન બિલ્ડીંગ “શ્રી ત્રિભુવનદાસ પટેલ સહકાર ભવન” નું આગામી તા. 10-04-22 ના રોજ બપોરે 03:00  કલાકે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ લોકાર્પણ કરશે. કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ, શ્રી સી.આર.પાટીલ, રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, સહકાર મંત્રી શ્રી જગદીશભાઇ પંચાલ તેમજ રાજ્ય કક્ષાની તમામ સહકારી સંસ્થાઓના ચેરમેન, ડાયરેક્ટર, જિલ્લા તેમજ તાલુકા સહકારી સંઘ, માર્કેટીંગ યાર્ડ, તથા સહકારી મંડળીઓ ના પ્રતિનિધિઓ સહિત રાજ્યના અગ્રણી સહકારી આગેવાનો ઉપસ્થિત રહેશે તેમ ગુજકોમાસોલ ના ચેરમેન શ્રી દિલીપ સંઘાણી એ જણાવ્યું હતું.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM