
(કવિ) : શ્રી પંકજ દરજી ‘શિલ્પી’
—————————————————-
હું પોતે જ પોતાનો પારકો થઈ કેમ રહું ?
નિજ ઘરમાં જ અજાણ્યો થઈ કેમ રહું ?
દુનિયા બધીને હું પારકી ગણી કેમ સહું?
દુનિયાને જ ઘર ગણી પોતાનું એમ સહું !!
ઘરમાં બધા આમ,અજાણ્યા થઇ કેમ રહે ?
કામ કરે પૂછીને, આટલાય આઘા કેમ રહે.. ?
શું એક ઘરમાંથી જ ઘર બધા, છૂટા પડતા હશે’શિલ્પી’ ?!
તો ઘર પછી કોને ગણવું કે ગુણાકાર જ કરતા રહેવું?
