


રિપોર્ટ : બીના પટેલ
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આણંદ જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા આંકલાવ ખાતે બાઈક રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આણંદ જિલ્લા ભાજપ પ્રભારી શ્રી અમિતભાઈ ઠાકર, આણંદ લોકસભા ના સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ, દાહોદ જિલ્લા ભાજપ પ્રભારી હંસાબેન પરમાર, આણંદ જિલ્લા યુવા મોરચાના પ્રમુખ શ્રી પથિકભાઈ પટેલ, આંકલાવ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી નિરૂભા રાણા, આંકલાવ તાલુકા યુવા મોરચા પ્રમુખ શ્રી ધવલભાઈ પટેલ તથા મોટી સંખ્યામાં યુવા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
