શાશ્વતી ચૈત્ર માસની નવપદજીની ઓળીના બીજો દિવસે જૈન મુનિશ્રીએ બીજા દિવસે મહિમા સમજાવેલ

ઉત્તર ગુજરાતની ધન્યધરા પર આવેલ શંખેશ્વર મહાતીર્થેથી માનવતાના મસીહા પૂ.આ.શ્રી રત્નશેખરસૂરીશ્વરજી મહારાજા ના શિષ્યરત્ન પૂજય મુનિરાજ નયશેખર વિજયજી મ.સા, પૂજય મુનિરાજ શૌર્યશેખર વિજયજી મ.સા એ શાશ્વતી ચૈત્ર માસની નવપદજીની ઓળીના બીજા દિવસે જણાવેલ નવપદમાં બીજું પદ શ્રી સિદ્ધપદ છે.સિદ્ધપદ પરમાત્માઓ અનંત ગુણોના ધામ છે.તેમનો મુખ્ય ગુણ અવિનાશી પણ છે. સિદ્ધ પરમાત્માએ જે અવિનાશીપણું પ્રાપ્ત કર્યું છે,તે કોઇ આકસ્મિક ઘટના નથી. પણ જિનેશ્વર ભગવાનના સનાતન માર્ગને અનુસરી સમ્યક દર્શન,જ્ઞાન અને ચારિત્ર રૂપ રત્નત્રયીનું અથાર્થ આરાધના કરી આત્માની અનંત શક્તિ,અનંત સુખ- સમૃદ્ધિને આવનારા સકલ કર્મબંધનોને તોડી નાખી સિવસંપદાને વર્યા છે. આ રીતે આત્માની સહજસ્થારૂપ પરમપદની પ્રાપ્તિ થવા થી તેમને જન્મ-જરા-મરણાદિ કોઈ પણ પ્રકારનું દુઃખ રહીયું નથી.ક્યારે પણ નાશ ન પામે એવું અનુપમ અને સંપૂર્ણ સુખ પ્રગટ થાય છે. જે જીવ કદી પણ પોતાના સ્વરૂપને છોડતો નથી.તેથી સિદ્ધપદ અવિનાશી કહેવાય છે. અરિહંત પરમાત્મા પણ દીક્ષા અંગિકાર કરતા સિદ્ધપદ નમસ્કાર કરે છે. સિદ્ધ પદની આરાધનાથી જીવને પોતાના આત્મામાં રહેલી અનંત રિદ્ધિ-સિદ્ધિ સત્તાગત રૂપે રહેલી છે તેને યોગ્ય ઉપાયો દ્વારા પ્રાપ્ત કરી શકાય છે એવી પ્રતિતી થાય તેથી આરાધના માં વેગ વધે છે. સિદ્ધપદ નો વર્ણ લાલ છે.તેના ગુણ આઠ છે. આ પદની આરાધનાથી આત્મિક સુખની વૃદ્ધિ થાય અને આત્મામાં રહેલો દીનતા નામનો દોષ ટળતો જાય છે. અંતે જીવ પોતાના નિર્મળ-અવિનાશી આત્મા સ્વરૂપને પ્રાપ્ત કરે છે. અનંત સિદ્ધ ભગવંતો જે સ્થાન પર બિરાજમાન છે એ સ્થાન આપણને ગમી ગયું છે,પણ એ સ્થાન સુધી લઈ જનાર રસ્તા પ્રત્યે આપણા મનમાં કોઈ આકર્ષણન હોયતો ? મોક્ષ ગમતો હોય પણ મોક્ષમાર્ગ જ ન ગમતો હોય તો ? સિદ્ધિ ગમતી હોય પણ સાધના જ ન ગમતી હોય તો ? મંજિલે પહોંચવાની ઉતાવળ હોય પણ માર્ગ પર કદમ મુકવા માટે ગલ્લા તલ્લા હોય તો ? મુક્તિના સુખ અનુભવવાની તાલાવેલી હોય પણ એ સુખ સુધી પહોંચવા માટે વેઠવા પડતાં કષ્ટથી સતત દૂર જ ભાગતાં રહેવું હોય તો ? તેના માટે ગણિત સ્પષ્ટ જ છે જો માર્ગ પ્રત્યે આકર્ષણ નથી તો મંજિલે પહોંચવાનો અશક્ય છે. જો સાધના માટે મન ઉત્સુક નથી તો સિદ્ધની વાત એક જાતની છલના સિવાય બીજું કંઈ જ નથી.જો સત્વ ફેરવીનેય માર્ગ પર ટકી રહેવાની વાત નથી તો મોક્ષ પ્રાપ્તિની કોઈ સંભાવના જ નથી. સૌ પ્રથમ આપણે ગમી જવો જોઈએ મોક્ષમાર્ગ ગમી જવી જોઈએ સાધના-આરાધના-ઉપાસના એ માટેના અતિ મહત્વ માં ત્રણ વિકલ્પો છે.કષ્ટૉ સહન કરો.દોષોનું વમન કરો મન કરો અંતઃ કરણ શુદ્ધ કરો.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM