




ભારત આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે. “આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અતર્ગત સરકારશ્રી દ્વારા પ્રાથમિક આરોગ્ય સેવાઓ ને મજબુત કરવા તેમજ રોગોનું નિવારણ થઈ શકે તેવા રોગોનું વહેલું નિદાન કરી તાત્કાલિક સારવાર મળી રહે તે હેતુથી તથા સરકારશ્રીની વિવિધ યોજનાઓ અને કાર્યક્રમો વિશે જાગૃતિ લાવવા તેમજ આરોગ્યની સેવાઓ માનવી સુધી તે હેતુથી તા.૧૮/૦૪/૨૦૨૨ થી ૨૨/૦૪/૨૦૨૨ સુધી તાલુકા ક્ક્ષાએ આરોગ્ય મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે.
જે અતર્ગત આજે રાપર ખાતે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં તાલુકા હેલ્થ કચેરી દ્વારા આયુષ્યમાન ભારત અંતર્ગત રાપર તાલુકા કક્ષાનો જન આરોગ્ય મેળો યોજાયો હતો. આ મેળામાં ૫૦૦ થી વધુ દર્દીએ લાભ લીધો હતો.રક્તદાન, દાંતની તપાસ, આંખોની તપાસ, માતા અને બાળકના સ્વાસ્થ્યની તપાસ, વૃદ્ધજન તપાસ, કાનની તપાસ, ચેપી રોગો વિશે નિદાન ,આયુષ્યમાન કાર્ડ, આરોગ્ય સંભાળ, આર્યુવેદિક દવાઓ તથા આયુષ્ય વિભાગ દ્વારા દવાઓ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં રાપર તાલુકા પંચાયત પ્રમુખ હમીરજી સોઢા, ડો. પૌલ , કમલસિંહ સોઢા, ડો. રાય, ડો. સુજીત કુમાર, પ્રમુખ ઉમેશ સોની, નિલેશ માલી, શૈલેષ ચંદે, અજય ગૌસવામી, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોસર્વશ્રી, રામજી પરમાર, ભીમજીભાઈ ચંદ્રેશ દરજી, વિરમ પરમાર, ભુરાભાઈ પરમાર, માદેવબારડ સવાઇ સિંહ સોઢા, વાલજી વાવીયા, ડો.રીંકુ ગઢવી, નિતા ગૌસવામી, અલપા પટેલ, ડો. મોહિની હડપતી, વૈધ શૈલેષભાઇ ડોડીયા, પારસ બા જાડેજા, જશવંતીબેન મહેતા, જશુભા જાડેજા, લક્ષ્મી બેન ગૌસવામી, ભાવનાબેન વ્યાસ, રાપર લોહાણા યુવક મંડળના ઉપ પ્રમુખ મેહુલ રૈયા, જયાબેન રાઠોડ, પ્રાંચીબેન ઠાકોર, અનિતા ચૌધરી, દર્શના પટેલ, કમલેશ ચૌધરી, મિતેશ પટેલ, ડાયાલાલ મકવાણા, ભરત ધાયટી, તેજલ ઉપાધ્યાય, રુષિતા કોરાટ, કાજલ સોલંકી, કુમીબેન ચૌધરી, હંસા મકવાણા, ડીમપલ જોશી, માદેવભાઇ બારડ, મમતા રાઠોડ સહિતના આરોગ્ય કર્મચારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન મોરારદાન ગઢવી અને આભાર વિધિ રામજી ભાઇ પરમારએ કરી હતી. આ આરોગ્ય મેળામાં લોકોએ મોટી સંખ્યામાં હાજર રહી આરોગ્ય વિભાગની સેવાઓનો લાભ લીધો હતો.
