સુબિર ખાતે યોજાયો ‘આરોગ્ય મેળો

રાજ્ય અને કેન્દ્ર સરકારની આરોગ્યલક્ષી યોજનાઓની સુક્ષ્માતિસુક્ષ્મ માહિતી, અંતરિયાળ ગામડાના લોકો સુધી પહોંચાડવા માટે, વ્યાપક જનજાગૃતિ કેળવવા અર્થે રાજ્ય સરકાર દ્વારા શ્રેણીબદ્ધ “આરોગ્ય મેળા”નુ આયોજન કરાયુ છે, તેમ જણાવતા ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિતે આરોગ્યકર્મીઓની ભૂમિકાને બિરદાવી હતી.

       જાહેર સ્વાસ્થ્ય માટે સતત ફરજ બજાવતા આરોગ્ય વિભાગના કર્મચારીઓની સમસ્યા, પરત્વે સરકાર, અને તેના અધિકારીઓ તથા જન પ્રતિનિધિઓ પણ ચિંતિત છે, ત્યારે આરોગ્ય વિભાગના તમામ કર્મચારીઓએ તેમની ફરજને વધુ અસરકારક બનાવીને, પ્રજાજનોના સ્વાસ્થ્ય, સારવાર અને સુશ્રૂષા માટે પ્રતિબદ્ધ બનવુ જોઈએ તેમ તેમણે જણાવ્યુ હતુ.      સ્વચ્છ અને સ્વસ્થ ભારતની વડાપ્રધાનશ્રીની પરિકલ્પનાને સાકાર કરવા માટે, સૌને સંકલ્પબદ્ધ બનવાની હિમાયત કરતા પ્રમુખ શ્રી ગાવિતે, સ્વચ્છતા ત્યાં પ્રભુતાનો સંદેશ છેવાડાના ગામડાઓ સુધી ગુંજતો કરવાની પણ અપીલ કરી હતી.

       PMJAY-મા કાર્ડ સહિતની અનેક વિધ યોજનાઓનો લાભ છેવાડાના માનવીઓને મળી રહે તે સુનિશ્ચિત કરવાની અપીલ કરતા પ્રમુખશ્રીએ, જિલ્લાનો એક પણ લાભાર્થી PMJAY-મા કાર્ડથી વંચિત ન રહે તે જોવાની અપીલ કરી હતી.

       પ્રજા પ્રતિનિધિઓ, અને આરોગ્ય ટીમના સહયોગથી પ્રજાજનોને શ્રેણીબદ્ધ યોજનાઓનો લાભ લેવાની અપીલ કરતાં શ્રી ગાવિતે, આશા સહિતના આરોગ્ય કર્મચારીઓની સફળ કામગીરીને બિરદાવી, પ્રજાપ્રતિનિધિ અને પ્રશાસન હંમેશા તેમની પડખે છે, તેમ જણાવ્યુ હતુ.

       રાજ્ય અને કેન્દ્ર સરકારના પ્રજાલક્ષી કાર્યક્રમો, અને આરોગ્ય કર્મીઓના ભગિરથ પ્રયાસોમા પ્રજાકિય ભાગીદારી ઇચ્છનિય છે તેમ જણાવતા ડાંગ જિલ્લા ભાજપા પ્રમુખ શ્રી દશરથભાઈ પવારે, આરોગ્ય વિભાગના ગ્રામીણ કર્મચારીઓના સતત સંપર્ક અને સંકલન સાથે વિવિધ યોજનાઓનો લાભ લેવાની હિમાયત કરી હતી.

       પ્રાર્થના અને સ્વાગત ગીત સાથે શરૂ થયેલા કાર્યક્રમનો મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરાવ્યો હતો. મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભો પણ એનાયત કરાયા હતા. કાર્યક્રમના સ્થળે જિલ્લાના જુદા જુદા વિભાગ દ્વારા પ્રદર્શન સ્ટોલ્સ પણ ઊભા કરાયા હતા.

       કાર્યક્રમમા જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના અધ્યક્ષા શ્રીમતી હેતલબેન ચૌધરી,સહિત અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. હિમાંશુ ગામીત,RCHO શ્રી ડો.સંજય શાહ,ડિસ્ટ્રિક્ટ ક્વોલિટી એન્સ્યોરન્સ મેડીકલ ઓફિસર શ્રીડો.દિલિપ શર્મા, સુબિર તાલુકા મામલતદાર શ્રી પ્રિયંકાબેન પટેલ, સુબિરતાલુકા વિકાસ અધિકારી શ્રીવિશાલભાઈ પટેલ,તાલુકા/જિલ્લા પંચાયતના સદસ્યો, આરોગ્યકર્મીઓ તથા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

       કાર્યક્રમની શરૂઆતમા સ્વાગત વક્તવ્યઅધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.હિમાંશુ ગામીતે કર્યુ હતુ. જ્યારે અંતે અભારવિધિ તાલુકા આરોગ્ય અધિકારી ડો.અનુરાધા ગામીતેઆટોપી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *