કલેકટરશ્રી પ્રવિણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને ચુંટણી  સાક્ષરતાની જિલ્લા સમિતિની બેઠક યોજાઇ

મતદાર સાક્ષરતા ક્લબ્સમાં સ્વીપ પ્રવૃતિઓ સામેલ કરવા અનુરોધ – જિલ્લા ચુંટણી અધિકારીશ્રી પ્રવિણા ડી.કે.

જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટરશ્રી પ્રવિણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને Distrcit Committee On Electoral Literacy ની બેઠક આજરોજ કલેકટર કચેરીના કોંફરન્સ હોલ મધ્યે યોજવામાં આવેલ હતી. આગામી વિધાનસભા સામાન્ય ચુંટણીની તૈયારીઓના ભાગરુપે જિલ્લાના મતદારોમાં ચુંટણી પ્રક્રિયાને લગતી બાબતો માટે જાગૃતિ આવે તે માટે વિવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે. આ સંબંધે ખાસ કરીને યુવા અને ભાવિ મતદારો ચુંટણી પ્રક્રિયાથી વાકેફ થાય તે માટે જિલ્લાની દરેક માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓ અને કોલેજોમા Electoral Literacy Clubs (ELC) સ્થાપવામાં આવેલ છે તેને સક્રિય કરવા પર આ બેઠકમાં ભાર મુકવામાં આવ્યો હતો. તમામ Electoral Literacy Clubs (ELC) ને સોશિયલ મીડીયાના માધ્યમથી જોડી પ્રવૃતિ રાખવા તથા મતદાર સાક્ષરતા ને લગતા ક્રીએશન્સ / પોસ્ટ Facebook, Twitter, Instagram, Youtube ના માધ્યમનો ઉપયોગ કરવા અધ્યક્ષશ્રી પ્રવિણા ડી.કે.એ સુચના આપી હતી અને આગામી વિધાનસભા સામાન્ય ચુંટણીઓ દરમિયાન મતદાર સાક્ષરતા કલ્બસ Electoral Literacy Clubs (ELC)ને સ્વીપ પ્રવૃતિઓમાં સામેલ કરવા જણાવ્યુ હતું. નાયબ જિલ્લા ચુંટણી અધિકારીશ્રી કે.ટી.મેણાતે બેઠકનુ સંચાલન કર્યુ હતું. નાયબ મામલતદારશ્રી હિતેશ રાજગોર, શ્રીપુલીન ઠાકરસહિતના ચુંટણી શાખાના સ્ટાફએ જરુરી વ્યવસ્થા સંભાળી હતી. જેમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્મા,  નાયબ જિલ્લા ચુંટણી અધિકારીશ્રી, પ્રાંત અધિકારીશ્રીઓ તમામ, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી પ્રજાપતિ, સરકારી ઇજનેરી કોલેજ, પોલીટેકનિક કોલેજના નોડલ ઓફિસર અને મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહિતના કમીટીના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહેલ હતા.  

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM