આ કાર્ડ હશે તો આપણી જીગર રહેશે કે આપણો ઉપચાર થશે – આયુષ્માન કાર્ડ લાભાર્થી નીતાબેન  બાલાપરીયા

કચ્છ માંડવી સરકારી હોસ્પિટલ ખાતે યોજાયેલા આયુષ્યમાન ભારત બ્લોક હેલ્થ મેળામાં આયુષ્યમાનકાર્ડ મેળવનારા ગૃહિણી ૫૬ વર્ષીય નીતાબેન બાલાપરીયા જણાવે છે કે, આંખોમાં તકલીફ છે, લાળગ્રંથી સુકાઇ ગઇ છે. આજે બરાબર છીએ કાલે બિમાર થઇએ મોટી ગંભીર બિમારી આવે ત્યારે આ કાર્ડ કામ આવશે. આપણી સહાયતા માટે સારું છે. આ કાર્ડ મળ્યું છે. તેનાથી આર્થિક મદદ તો મળશે જ પણ સાથો સાથ બિમારીમાં માનસિક શાંતિ રહે છે કે પૈસાની તકલીફ નહીં. પૈસા હોય કે ના હોય પણ આ કાર્ડ હશે તો આપણી જીગર રહેશે કે આપણો ઉપચાર થશે. સરકારને સૌનો આભાર જરૂરવાળા બધાએ આ કાર્ડ લેવું જોઇએ અને સરકાર જે સહાય કરે છે તેનાથી સ્વસ્થ બનવું જોઇએ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *