તપાસથી મારૂ બાળક કેવું છે તે પણ જાણવા મળશે – લાભાર્થી વનિતાબેન મનજીભાઇ વાઘેલા

જોખમી સગર્ભા માતાશ્રી વનિતાબેન મનજીભાઇ વાઘેલા માંડવી તાલુકાના શિરવા ગામેથી માંડવી ખાતે  યોજાયેલા બ્લોક હેલ્થ મેળામાં એન્ટીનેટલ હાઈરીસ્કી એન્સી (એએનસી) જોખમી માતાની તપાસ માટે આવ્યા છે.

શિરવા ગામના આશાવર્કરોશ્રી જયશ્રીબેન નવિનભાઇ દામા અને ગઢવી ભાનુબેન ગોપાલભાઇ બે બહેનો આ જોખમી સગર્ભા માતા અને બી.પી. ડાયાબીટીસના દર્દીઓ થઇ કુલ પાંચ દર્દીને આરોગ્ય મેળામાં લાવ્યા હતા.

જે પૈકી વનિતાબેનને અગાઉ સીઝર થયું હોવાથી હવેની બિનજોખમી પ્રસુતિ માટે તેઓ અહીં આવ્યા છે. તેઓ જણાવે છે કે મારે પહેલાં દીકરી કાજલ છે અને હવે બીજુ બાળક આવશે ત્યારે આશાબેન જયશ્રીબેને અહીં આવવા પ્રોત્સાહિત કર્યા હતા. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનું મમતા કાર્ડ છે અમારી પાસે. અમને ગામડેથી અહીં સુધી આવવા મોબાઇલવાન પણ આવી છે. આશાબેન અને ડોકટરો સાથે સરકાર પણ અમારી ચિંતા કરે છે. રસી, દવાની સારવાર, આંગણવાડીમાંથી શીરો કરીને ખાવાના પેકેટ મળે છે. આનાથી અમને સારો ખોરાક પણ મળશે. તપાસથી મારૂ બાળક કેવું છે એ પણ જાણવા મળશે.

સાથે આવેલા સોકજીલરી નર્સ મિડવાઈફ -ફિમેલ હેલ્થ વર્કરશ્રી ગુંસાઇ જીજ્ઞા વસંતગીરી જણાવે છે કે તંદુરસ્ત માતા તંદુરસ્ત બાળકના આશયને તેમજ સગર્ભા માતાના જોખમને ટાળવા માટે અમે સતત પ્રયત્નશીલ છીએ.

આશા વર્કરશ્રી જયશ્રીબેન જણાવે છે કે, શિરવા ગામમાં અમે સરકારની વિવિધ યોજનાના લાભ અપાવીએ છીએ. સરકારના આ લાભો માટે ગામ લોકો જાગૃત બની રહયા છે અને આવા આરોગ્ય મેળામાં પણ આવી રહયા છે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM