મોટી ગંભીર બિમારીઓમાં આયુષ્યમાન કાર્ડ આશીર્વાદ છે – લાભાર્થીશ્રી વિશનજીભાઇ રામજીભાઇ માવાણી

કોડાય પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર મદનપુરા ખાતેથી ૨૦૨૧થી બી.પી અને ડાયાબીટીશની વિનામૂલ્યે સારવાર લેતા ૬૩ વર્ષીય લાભાર્થીશ્રી વિશનજીભાઇ રામજીભાઇ માવાણી કચ્છ માંડવી તાલુકાના આરોગ્ય મેળામાં મદનપુરા ગામેથી આરોગ્ય મેળાની તપાસ માટે આવેલા છે.

માંડવી બ્લોક હેલ્થ મેળામાં વિશનજીભાઇ માવાણી જણાવે છે કે ગામમાં પણ બીપીની તપાસ ત્રણ-ચાર દિવસે કરાવીએ છીએ. વિનામૂલ્યે મળતી ગોળી લઇએ છીએ.

આ પહેલા મેં સપ્ટેમ્બર ૨૦૨૧માં આયુષ્યમાનકાર્ડના આધારે સ્ટર્લિગ હોસ્પિટલ ગાંધીધામ ખાતેથી વિનામૂલ્યે મોંઢાના કેન્સરની સારવાર લીધી છે. પ્રથમ તબકકાના કેન્સરમાં સરકારી દવાખાના અને તબીબો જેવાકે પ્રશાંતભાઇ વણજારની સારવારથી આજે કેન્સરમુકત છું.

 મોટી ગંભીર બિમારીઓમાં આયુષ્યમાનકાર્ડ આર્શીવાદ છે. ઘણી બધી મોટી બિમારીમાં વિનામૂલ્યે સારવાર મળે છે. જે મારા જેવા ઉમરલાયક માણસો માટે ઉપયોગી છે.

આવી સારવારનો દરેકે લાભ લેવો જોઇએ. આપણી સારવારની નોંધ આશાવર્કર વિમળાબેન રમણીકભાઇ રામજીયાણી છેલ્લા ૧૧ વરસોથી ગામમાં બધાની આરોગ્યનું ધ્યાન રાખી રહયા છે.

મદનપુરાના આશાવર્કરશ્રી વિમળાબેન આ સાથે જણાવે છે કે ૨૫ જેટલાં ડાયાબીટીસ બીપીના દર્દીઓ ખાનગી સારવાર છોડી સરકારની દવા, સારવાર લેતાં થયા છે. બીપી અને ડાયાબીટીસની દવા સારી ગુણવતાની મળે છે. દર્દીના ઘેર જઇને પણ અમે તપાસ કરીએ છીએ. બે જણાંને કેન્સરની સારવાર મળી છે. તેઓ કેન્સર મુકત થયા છે.

કોન્યુનિટી હેલ્થ ઓફીસર કોડાય-૨ના શ્રી રેશ્માબેન મન્સુરી જણાવે છે કે સરકારની વિનામૂલ્યે મળતી આરોગ્ય સેવાની લોકોમાં જાગૃતિ વધી છે. છેવાડાના ગામડામાં પણ હવે આની જાણકારી મળે છે. વાડી વિસ્તાર, અંતરિયાળમાં સગર્ભાઓને વિવિધ લાભો મળ્યા છે. કોરોનાની રસીઓ અપાઇ છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *