
પ્રદેશ મહામંત્રી આદરણીય શ્રી પ્રદીપસિંહજી વાઘેલાએ પત્રકાર પરિષદમાં વિવિધ કાર્યક્રમો અંગે આપી વિસ્તૃત માહિતી

પ્રદેશ અધ્યક્ષ શ્રી પાટીલ સાહેબ રાજ્યના 43 જિલ્લાઓમાં તેમના પ્રવાસ દરમિયાન સમાજના વિવિધ ક્ષેત્રના લોકો સાથે કરશે સંવાદ

પ્રદેશ અધ્યક્ષ શ્રી પાટીલ સાહેબ રાજ્યભરમાં તેમના પ્રવાસ દરમિયાન સાધુ-સંતોના મેળવશે આશીર્વાદ
સુરત શહેરના ઉધના સ્થિત પંડિત દીનદયાલ ઉપાધ્યાય ભવન ખાતે બુધવારે આયોજિત પત્રકાર પરિષદમાં વિશેષ રૂપે ઉપસ્થિત પ્રદેશ મહામંત્રી આદરણીય શ્રી પ્રદીપસિંહજી વાઘેલાએ જણાવ્યું હતું કે પ્રવાસ, સંપર્ક અને બેઠકના મૂળમંત્ર સાથે સંગઠનને વધુ ને વધુ સંગઠિત કરવાના ધ્યેય સાથે ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ સાહેબ સમગ્ર રાજ્યના 43 જિલ્લાઓમાં ” વન ડે વન ડીસ્ટ્રીકટ ” કાર્યક્રમ અંતર્ગત પ્રવાસ કરવાના છે. તેમના આ પ્રવાસ દરમિયાન સમાજના વિવિધ ક્ષેત્રના લોકો સાથે સંવાદ કરશે તેમજ હિન્દૂ ધર્મના વિવિધ સંપ્રદાયના સાધુ-સંતોને મળીને તેમના આશીર્વાદ ગ્રહણ કરશે.
પ્રદેશ મહામંત્રી આદરણીય શ્રી પ્રદીપસિંહજી વાઘેલાએ વધુમાં જણાવ્યું હતું કે પ્રદેશ અધ્યક્ષ શ્રી પાટીલ સાહેબ આવતીકાલે તા.21/04/2022ને ગુરુવારથી તાપી જિલ્લાના વ્યારા ખાતેથી તેમના ” વન ડે વન ડીસ્ટ્રીકટ ” કાર્યક્રમનો પ્રારંભ કરશે. દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સમગ્ર દેશમાં અવિરત પ્રવાસ કરી રહ્યા છે તેજ રીતે પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાજી પણ દેશભરમાં સતત પ્રવાસ દ્વારા સંગઠનનું સશક્તિકરણ કરી રહ્યા છે.આજે બીજેપીએ વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી છે.દેવોને દુર્લભ એવા કાર્યકર્તાઓના કારણે પક્ષ આ સ્થાન પર પહોંચ્યું છે. પ્રદેશ અધ્યક્ષ શ્રી પાટીલ સાહેબના નેતૃત્વમાં ગુજરાતમાં પાર્ટી અપરાજિત બની છે.તેમના નેતૃત્વ નીચે વિધાનસભાની તમામ 9 પેટા ચૂંટણીમાં પક્ષએ ભવ્ય વિજય મેળવ્યો છે.રાજ્યની 31 જિલ્લા પંચાયતો, તમામ મહાનગરપાલિકાઓ, 231 તાલુકા પંચાયતો પૈકી 213માં તેમના નેતૃત્વ તળે કેસિયો લહેરાયો છે.ત્યારે પ્રદેશ અધ્યક્ષશ્રીના આ પ્રવાસ કાર્યક્ર્મથી સંગઠનને વધુ વેગ મળશે. પ્રદેશ અધ્યક્ષ શ્રી પાટીલ સાહેબ ” વન ડે વન ડીસ્ટ્રીકટ ” કાર્યક્રમ અંતર્ગત દરેક જિલ્લામાં એક દિવસ રહેશે.તે દરમિયાન તેઓ સાધુ-સંતોના આશીર્વાદ મેળવશે.તેમજ ડોકટરો, વકીલો, ઉદ્યોગપતિઓ, દિવ્યાંગો, શ્રમિકો, વિવિધ ક્ષેત્રના આગ્રણીઓને મળશે.ગુરુવારે આ તાપી જિલ્લાના વ્યારાથી કાર્યક્રમના પ્રારંભે પ્રદેશ અધ્યક્ષશ્રીના ભરચક કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે. જેમાં, વિવિધ સંમેલનો, સંવાદ સહિતના કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે.સમગ્ર દેશમાં રાજકીય પક્ષના પ્રદેશ અધ્યક્ષ દ્વારા આ પ્રકારના કાર્યક્રમનું આયોજન થયું હોય તેવું સૌ પ્રથમ વાર છે.
ગુરુવારે આયોજિત આ પત્રકાર પરિષદમાં પ્રદેશ મહામંત્રી આદરણીય શ્રી પ્રદીપસિંહજી વાઘેલા, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જનકભાઈ બગદાણાવાળા, શહેર અધ્યક્ષ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, જિલ્લા પ્રમખ શ્રી સંદીપભાઈ દેસાઈ, શહેરના મહામંત્રીશ્રીઓ શ્રી મુકેશભાઈ દલાલ, શ્રી કિશોરભાઈ બિંદલ, શ્રી કાળુભાઇ ભીમનાથ, મેયર શ્રીમતી હેમાલીબેન બોઘવાલા, ડેપ્યુટી મેયર શ્રી દિનેશભાઇ જોધાણી ,દક્ષિણ ગુજરાતના મીડિયા પ્રવક્તા શ્રી ડો.જગદીશભાઈ પટેલ, દક્ષિણ ગુજરાતના મીડિયા સહ ઇનચાર્જ દિપીકાબેન ચાવડા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
