વાંઢાય ખાતે ઉમિયા ધામ થી દેશલપર સુધીના રસ્તાનું વિધાનસભા અધ્યક્ષાશ્રી ડો. નીમાબેન આચાર્યએ ખાતમુહૂર્ત કર્યું

ભુજ

ભુજ તાલુકાના વાંઢાય ખાતે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત ઉમિયા ધામ થી દેશલપર રસ્તાનું ખાતમુહૂર્ત વિધાનસભા અધ્યક્ષશ્રી ડો. નીમાબેન આચાર્યને વરદ હસ્તે કરવામાં આવેલ. અધ્યક્ષશ્રીએ માર્ગ અને મકાન પંચાયત વિભાગ, ભુજ-કચ્છ દ્વારા રૂ. ૧૦૫ લાખના ખર્ચે તૈયાર થનાર ભુજ તાલુકાના વાંઢાયના  ઉમિયા ધામ થી દેશલપર સુધીનો બે કિમીના રોડનું  ખાતમુહૂર્ત કર્યું હતું. આ તકે ભુજ તાલુકા પંચાયત પ્રમુખશ્રી મંજુલાબેન ભંડેરી, જિલ્લા બાંધકામ સમિતિના ચેરમેનશ્રી જનકસિંહ જાડેજા, શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી જયાબેન પટેલ, કચ્છ જિલ્લા પંચાયત  સદસ્યશ્રી કુંવરબેન, ઉમિયા માતાજી સંસ્થાના પ્રમુખશ્રી હંસરાજભાઈ ધોળુ, વાંઢાય સરપંચશ્રી જસુબભાઈ, કાર્યપાલક ઈજનેરશ્રી એમ.જે.ઠાકોર તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *