અરવલ્લી જિલ્લા માં અંગ દાન મહાદાન લોકજાગૃતિ કાર્યક્રમમાં જોડાવા મોડાસા જિલ્લા આયોજન અધિકારી સુરેન્દ્રસિંહ ડાભી નો અનુરોધ

અંગ દાન મહાદાન લોકજાગૃતિ કાર્યક્રમ મા જોડાવા જિલ્લા આયોજન અધિકારી નો અનુરોધ અંગ દાન મહાદાન કાર્યક્રમ અંતર્ગત અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે મંતવ્ય ન્યુઝ અને મંતવ્ય ફાઉન્ડેશન દ્વારા આગામી તા.3 જૂન ના રોજ કોલેજ થી સાંઈબાબા મંદિર સુધી સાયક્લોથોન નું આયોજન કરવામાં આવેલ છે અંત સમયે અંગદાન દ્વારા જરૂરિયાતમંદ લોકોને મહામૂલા અણમોલ અંગો નું દાન કરીને એમને નવજીવન આપવાના સેવા યજ્ઞ મા અંગદાન ની આહુતિ આપી વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે ઉકિતને જીવનમાં અમલમાં મૂકી આપના જીવન ને સાચા અર્થ મા સાર્થક કરવા યુવાઓ સહિત નાગરિકોને મોટી સંખ્યામાં જોડાઈને આ કાર્યક્રમ ને સફળ બનાવવા અને લોકજાગૃતિ લાવવા અરવલ્લી જિલ્લાના ઉત્સાહી જિલ્લા આયોજન અધિકારી સુરેન્દ્રસિંહ ડાભીએ વિનંતી કરી છે

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *