ભાજપ યુવાનોને આગળ લાવવા માટે પ્રયત્નશીલ છે: રાજીવ ચંદ્રશેખર કેન્દ્રીય મંત્રી

અમદાવાદમાં અહીં મારો જન્મ થયો છે તે મારા માટે ઘણી પ્રેરણારૂપ છે. દેશની સેવામાં છું તે મારા માટે નવી ઊર્જા છે

કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર ગુજરાતની મુલાકાત માટે આજે આવ્યા છે. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે ભાજપ યુવાઓને આગળ લાવવા માટે હંમેશા પ્રયત્નશીલ છે આ સાથે તેમણે વધું વાત તેમના અમદાવાદ સાથે જોડાયેલા બાળપણ ને લઈને કહી હતી. ત્યારે તેમણે તેમના જન્મસ્થળ ની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત અમદાવાદની મુલાકાત દરમિયાન તેમણે ભદ્રકાળી મંદિર, કેમ્પના હનુમાન ના દર્શન કર્યા હતા અને કેટલીક મહત્વની વાતો પણ શેર કરી હતી. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે ગુજરાત યુવાનોને કેવી રીતે આગળ આવવું જોઇએ તે બાબતે પ્રેરણા આપી હતી. કહ્યું હતું કે મારા જે દાદા હતા તેમને તેમના જીવનમાં ઘણા સેવાકીય કામો કર્યા છે. હું અહીં આવીને તેમના વિશે સાંભળીને યાદ કરી ધન્યતા અનુભવું છું અમદાવાદમાં અહીં મારો જન્મ થયો છે તે મારા માટે ઘણી પ્રેરણારૂપ છે. દેશની સેવામાં છું તે મારા માટે નવી ઊર્જા છે. નવી શક્તિ મળે છે કે, હું માનું છું કે મારા માટે સુખ અને ખુશી નો દિવસ છે. હું અમદાવાદમાં આવ્યો છું બે મંદિર એવા છે કે જ્યાં મારા માતા અહીં પરિવાર સાથે આવતા હતા. ભદ્રકાળી હનુમાન મંદિર તેઓ રવિવારે ચોક્કસ આવતા હતા તેમને આ સાથે ભાજપ યુવાનોને આગળ લાવવા માટે પ્રયત્નશીલ છે તેવું તેમણે કહ્યું હતું. ભારત સરકારના સ્કીલ ડેવલપમેન્ટ અને આંત્રપ્રીન્યોરશીપ મંત્રાલયના રાજ્યકક્ષાના મંત્રી રાજીવ ચંદ્રશેખર આવતી ૨૨ મે દરમ્યાન ગુજરાત રાજ્યની યુનિવર્સીટીઓના ઇનોવેશન અને ઇન્કયુબેશન સેન્ટરો ની મુલાકાત કરનાર છે. આ મુલાકાત દરમ્યાન ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટી (GTU), અમદાવાદ ની મુલાકાત લેશે તથા તા. ૨૨ મે (રવિવાર) ના રોજ ગુજરાત યુનિવર્સીટી, અમદાવાદ અને પંડિત દિનદયાલ એનર્જી યુનિવર્સીટી (PDEU), ગાંધીનગરની મુલાકાત કરશે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *