સુખ ને છલકાવિયું નહિ અને દુઃખ માં ભાગીદાર થયા એનું સરનામું એટલે શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ.

મોહમયી મુંબઈનગરી માં વાલકેશ્વર જેવા ધનાઢ્ય વિસ્તારમાં રહેતા અને સર્વ જીવોનું ભલું ઈચ્છતા શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી જયેશભાઈ જરીવાલા. મુંબઈ થી લઈ ને હિન્દુસ્તાન – પાકિસ્તાન બોર્ડર સુધી જે જીવદયા થી લઈ ને માનવીના ભલાઈ માટે ચિંતા કરનાર એટલે જયેશભાઈ જરીવાળા. કહેવાય છે કે જેમ આપણે આપણી આંખ ની ઉપર ની પાંપણ ને જોઈ નથી શકતા તેમ આપણી વચ્ચે રહેલા ભગવાન રૂપી જયેશભાઈ ને આપણે જોઈ શકતા નથી.
આજે વિશ્વમાં પાણી ની તકલીફનાં લીધે કેટલાય પશુઓ પક્ષીઓ અને માનવ વસ્તી તકલીફ ભોગવી રહ્યા છે. ત્યારે મને વાત કરવી છે ભારતના એક એવા રાજ્ય ની જ્યાં માનવી તકલીફો માંથી પોતાનું માર્ગ કાઢી લે છે પણ જયારે મૂંગા અબોલ પશુઓ ની વાત આવે ત્યારે બધું ભગવાન પર છોડી દે છે. રાજસ્થાન જિલ્લામાં આવેલા અને હિન્દુસ્તાન – પાકિસ્તાન બોર્ડર નજીક નું ગામ બાડમેર, જ્યા આગળ તાપમાન ૪૭ ડિગ્રી થી વધારે સૂર્યદેવ પોતાનું રૂપ દેખાડી રહ્યા છે. ત્યાં છેલ્લા ત્રણ મહિના થી પાણી માટે વલખા મારતાં પશુઓ માટે દાતાઓના દાન થકી રોજ ના પાણી ના વીસ ટેંકરો નિરંતર કૃત્રિમ તળાવ બનાવીને એ તળાવમાં ઠાવલાવામાં આવે છે. (હજી 2 મહિના આ કાર્ય ચાલુ રહેશે) જયેશભાઈ અને તેમની ટીમ નિરંતર સેવા માટે તૈયાર હોય છે. શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટની અન્ય સેવાઓ એટલે જીવદયા, પાંજરાપોળમાં પાણી ના હવાડા બનાવવા, શેડ ઊભા કરવા, બોરવેલ કરાવી આપવા, પંખીઘર બનાવવા, મુબઈમાં ટાટા કેન્સર હોસ્પિટલ, વાડિયા હોસ્પિટલમાં કેન્સર ના બાળકોના ઓપરેશન તેમજ મેડિકલ મદદ કરવી, તેમજ ભૂખ્યાને ભોજન આપવા, જેમકે વૃધાશ્રમ તેમજ મુંબઈ ના પરા વિસ્તાર એટલા નાલાસોપરા ખાતે સિનિયર સીટીઝન જેઓ ના કોઈ ના હોય, ધરમાં આર્થિક તકલીફ હોય, શારિરીક રીતે અશક્ષમ હોય તેવાને રોજ મફત ટિફિન સેવા છેલ્લા 648 દિવસ થી અવિરત પણે ચાલુ છે, કેઇમ, સાયન હોસ્પિટલમાં ડાયાલીસસ મશીન મુકાવી ને નાના અને ગરીબ લોકો માટે સુવિધા કરાવી. જૂની શાળનું નુતનીકરણ કરવું. જ્યારે કુદરતી આફતો (વાવાઝોડું, પૂર – જલ પ્રકોપ, ધરતીકંપ વગેરે) આવે ત્યારે શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ તુરંત ત્યાં જોઈતી વસ્તુઓ જાતે જઈ ને મદદ પહોચાડવામાં ક્યારે વિલંબ કર્યો નથી. ગુજરાત શ્રી શંખેશ્વર ખાતે અમારા NGO શ્રીમતી જીજ્ઞાબેન શેઠ ગુજરાત અને રાજસથાનમાં જ્યારે ઠંડીનું પ્રમાણ વધી જાય છે ત્યારે શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ વતી ધાબળા વિતરણ નું કાર્ય કરે છે આ શુભકાર્યમાં સાથ આપનાર અને પોતાની સેવા આપનાર મહાનુભાવો શ્રી નવીનભાઈ, બકુલભાઈ, મનીષભાઈ, દિનેશભાઈ, હિમાંશુભાઈ, ભરતભાઈ, કિશોરભાઈ, હિતેશભાઈ, પ્રફુલભાઈ બીનાબેન, મૌસમબેન, અને અન્ય નો સહયોગ કાયમ રહે છે. વર્ષમાં ( જીવનમાં)બે દિવસ એવા છે,જયારે આપણે કંઈ જ કરી શકતા નથી, એક “ગઇકાલ” અને બીજી “આવતીકાલ”, પ્રેમ થી જીવવા માટે માત્ર
“આજ” જ આપણી પાસે છે. માટે જી ભરીને સારા કાર્યો કરો અને દુઃખી ના ચેહરા પર આનંદ ની અનુભૂતિ કરાવો એજ સાચી માનવ સેવા છે.
સંકલન: મનીષભાઈ શાહ- મુંબઈ

