


વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અને ચૂંટણી શાખાના સ્ટાફ દ્વારા વનવિભાગના સહયોગથી ઈવીએમ વેર હાઉસ, ભુજ ખાતે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીકે.ટી. મેણાત તેમજ ચૂંટણી શાખાના કર્મચારીઓમાં પુલીનભાઈ ટી. ઠાકર, હિતેશભાઈ પી. રાજગોર, ચિરાગ એચ. ચાવડા તથા વનવિભાગ કચેરી તરફથી સંજયભાઈ ચૌધરી સહિતના અધિકારીઓ/કર્મચારીઓ હાજર રહ્યા હતા. ઈવીએમ વેર હાઉસ કેમ્પસમાં અલગ અલગ જાતના 15થી વધુ વૃક્ષો રોપવામાં આવ્યા હતા.