ઝરપરામાં યોજાયેલ વર્ષ ૨૦૨૨ -૨૩ની પ્રથમ ગ્રામસભામાં વિકાસકાર્યોની સમીક્ષા કરાઇ

ભુજ,

પંચાયતના સંચાલનમાં લોકભાગીદારી થકી સરળતા અને પારદર્શિતા આવે અને ગ્રામ્ય કક્ષાએ થતા વિકાસકાર્યોની સમીક્ષા કરવા વિકાસ કમિશ્નર કચેરી દ્વારા અપાયેલ સૂચનાના પગલે મુંદરા તાલુકાના ઝરપરા ગામે ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૨ – ૨૩ની પ્રથમ ગ્રામસભાનું આયોજન સરપંચ ખીમજીભાઇ ડી. દનિચાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતુ. જેમાં માટી બચાવો અભિયાન, ઉત્કર્ષ અભિયાન, મેલેરીયા અને ડેન્ગ્યું જેવા વાહકજન્ય રોગો અંગે સાવચેતી, પોષણ અભિયાન, ૧૪માં અને ૧૫માં નાંણાપંચ અંતર્ગત થયેલા કામોની વિગત, કરવેરા, અન્ન અને નાગરિક પુરવઠો વિગેરે વિવિધ મુદ્દે થયેલ કામગીરીના લેખાજોખા તેમજ ગ્રામજનો દ્વારા અગાઉ રજુ થયેલા પ્રશ્નોના નિરાકરણ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. આ સભામાં પ્રાંત અધિકારી કચેરીના શિરસ્તેદાર કોરટ, તાલુકા પંચાયત કચેરીના વિસ્તરણ અધિકારી દરજી, ગ્રામસેવક સામજી રોશિયા, શિક્ષકો, આરોગ્ય કર્મચારીઓ, આશા બહેનો, આંગણવાડી કાર્યકરો, ગ્રામ પંચાયતના ચૂંટાયેલા પદાધિકારી સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સભાનું સંચાલન તલાટી રાજલબેન ગઢવીએ તથા આભારવિધિ માણશી આસપન સાંખરાએ કરી હતી.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM