કેન્દ્રીય અને પ્રદેશ ભાજપાના માર્ગદર્શન હેઠળ મહાનગર ભાજપાની ત્રિદિવસીય અલ્પકાલીન વિસ્તારક યોજનાનો આજથી શુભારંભ

અલ્પકાલીન વિસ્તારક યોજના અંતર્ગત મહાનગર ભાજપા સંગઠનના હોદ્દેદારશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ, વોર્ડ સંગઠનના પદાધિકારીઓ તેમજ જવાબદારી સોંપાયેલ કાર્યકર્તાઓ આગામી ત્રણ દિવસ સુધી ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ મહાનગરના તમામ ૧૧ વોર્ડના પ્રત્યેક બુથમાં વિસ્તારક તરીકે જઈ જણાવેલ કાર્યસૂચિ અનુસાર કાર્ય કરશે. આ અન્વયે બુથના સ્થાનિક કાર્યકર્તાઓ, બુથમાં વસતા અગ્રણીશ્રીઓ તેમજ પેજસમિતિના સભ્યો સાથે પણ સંપર્ક કરવામાં આવશે, સ્થાનિકો સાથે કેન્દ્ર તથા રાજ્યની ભાજપા સરકારની જનકલ્યાણકારી કામગીરી અંગે પરામર્શ કરવામાં આવશે, ઉપરાંત શક્તિકેન્દ્રના સંયોજક અને બુથ પ્રમુખના નિવાસ સ્થાને ભાજપની નેમપ્લેટ પણ લગાવાશે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *