

રિપોર્ટ : બીના પટેલ
આણંદ – રવિવાર કેન્દ્રિય ગૃહ અને સહકારીતા મંત્રી શ્રી અમિતભાઇ શાહ આણંદ ખાતે ઇરમાના ૪૧મા પદવીદાન સમારોહમાં હાજરી આપવા વેટરનરી કોલેજ ખાતેના હેલીપેડ ખાતે આવી પહોંચતા સાંસદ શ્રી મિતેષભાઇ પટેલ, ઇરમાના ચેરમેન શ્રી દિલીપ રથ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હંસાબેન પરમાર, જિલ્લા પ્રભારી શ્રી અમીતભાઇ ઠાકર, જિલ્લા ભા.જ.પ. પ્રમુખ શ્રી વિપુલભાઇ પટેલ, આણંદ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રૂપલબેન પટેલ, અગ્રણી સર્વ શ્રી મયુરભાઇ સુથાર અને નીરવભાઇ અમીન જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિન્દ બાપના, જિલ્લા પોલીસ વડા શ્રી અજીત રાજયાણ, તથા પ્રાંત અધિકારી શ્રી વિમલ બ્રહ્મભટ્ટે પુષ્પગુચ્છ અર્પણ કરી ઉષ્માસભર સ્વાગત કર્યું હતું.

