
સાંસદ શ્રી ડોક્ટર કીરીટભાઇ સોલંકી ની શુભેચ્છા મૂલાકાતે પદ્મશ્રી એવોર્ડ સન્માનિત ડો. સુધીર પરીખ
પદ્મશ્રી એવોર્ડ-ર૦૧૦ સન્માનિત ડો. સુધીર પરીખે અમદાવાદ ખાતે આજે અમદાવાદ પશ્ચિમ ના લોકપ્રિય પ્રભાવશાળી સાંસદ મહોદયશ્રી ડો કિરીટભાઈ પ્રેમજીભાઈ સોલંકીની સૌજ્ન્ય મૂલાકાત કરી હતી.
ડોક્ટર સુધિરભાઈ પરીખને વર્ષ ર૦૦૬માં પ્રવાસી ભારતીય સન્માન એવોર્ડ પણ મેળવેલો છે
ડો. સુધીર પરીખ USAથી ગુજરાતના પ્રવાસ-મૂલાકાતે આવેલા છે તે દરમ્યાન તેમણે આજે સાંસદ શ્રી ડોક્ટર કીરીટભાઇ સોલંકી શ્રીની શુભેચ્છા મૂલાકાત લીધી હતી. અને ડો કિરીટભાઈ પ્રેમજીભાઈ સોલંકી, ચેરમેન શ્રી વીર મેઘમાયા સ્મારક મેમોરિયલ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ સેન્ટર પાટણનાએ અમેરિકાની ધરતી પર વીર મેઘમાયા સ્મારક/ મંદિર અને અધતન શૈક્ષણિક સુવિધાઓ સભર ભવન નિર્માણ માટેનો જે ભગીરથ પ્રયાસ હાથ ધર્યો છે તેને આવકારતા જણાવ્યું હતું કે “અમેરિકા ખાતે વીર મેઘમાયાના સંકુલ નિર્માણ માટે તન મન ધન થી હું મદદરૂપ બનીશ જેમાં જમીન ખરીદી થી લઈને નિર્માણ કાર્ય પરિપૂર્ણ કરવા માટેના અથાગ પ્રયાસ પણ કરવાની ખાતરી આપી હતી” ગુજરાતનું ગૌરવ નડિયાદની ધરાથી ન્યુ જર્સીના ગગન જેટલી બેશુમાર સિદ્ધિ ધરાવતા પદ્મશ્રી સુધીર પરીખને
ભારત સરકારે પદ્મશ્રી એવોર્ડ થી સન્માનિત વિભૂષિત કર્યા છે. ડોક્ટર સુધિરભાઈ પરીખ ગુજરાતની મોટી થાપણ છે. તેઓશ્રી માત્ર ગુજરાતનું જ નહિ પરંતુ ભારતીય અમેરિકન તરીકે નું ગૌરવ વધાર્યું છે.
નડિયાદના સેલ્સટેક્સ ઓફિસર મનહરલાલ અમરતલાલ પરીખ અને ગૃહલક્ષ્મી પ્રભાબહેનને ત્યાં ડોક્ટર સુધિરભાઈનો જન્મ થયેલો. તેઓ કુલ પાંચ ભાંઈઓ છે. જે પૈકી એક એન્જીનીયર છે, બાકી બધાં તબિબિ વ્યવસાય સાથે સંકળાયેલા છે. પિતાજીશ્રી સરકારી અમલદાર હતા પણ સિદ્ધાંતવાદી હતા એટલે તેઓશ્રી બહુ કરકસરથી મોટાં થયાં છે. નિશાળમાં પાઠ્યપુસ્તક ખરીદવાને બદલે તેમના માતા પોતાના હસ્તાક્ષરમાં પાઠ્યપુસ્તકોની કોપી કરી આપતા અને તે વાંચીને ભણ્યાં છે. ૧૯૭૫માં ત્રણ વર્ષ ઇંગ્લેન્ડમાં બાર્થાલેમ્યુ હોસ્પિટલમાં કામ કરેલું, તેથી તેમને બિલકુલ‘સ્ટ્રગલ’કરવી નહીં પડેલી. સડસડાટ કામ અને ગૌરવ મળેલાં. સન ૧૯૮૦થી તેમણે નિવૃત્ત થયા પછી આરોગ્ય સેવાઓના ક્ષેત્રે ઝંપલાવ્યું હતું અને આજે તેઓશ્રી ૨૨ ક્લિનિકો ચલાવે છે. એલર્જીના ફિલ્ડમાં તેમનું ગ્રૂપ અમેરિકામાં લારર્જેસ્ટ કહેવાય છે. બીજી અગિયાર હોસ્પિટલ ખરીદવાની તેમની તજવીજ ચાલે છે.
ડૉ. સુધિરભાઈ પરીખે 1970માં અમદાવાદની BJ મેડિકલ કૉલેજમાંથી સ્નાતકની ડીગ્રી મેળવી છે. અને અત્યારે તેઓશ્રી નોર્થ બર્ગન, NJ અને અન્ય વિવિધ સ્થળોએ અધતન હોસ્પિટલ થકી કામ કરે છે અને એલર્જી અને ઇમ્યુનોલોજી અને ઇન્ટરનલ મેડિસિન/પેડિયાટ્રિક્સમાં નિષ્ણાત છે. ડો. પરીખ રોબર્ટ વૂડ જોહ્ન્સન યુનિવર્સિટી હોસ્પિટલ હેમિલ્ટન, સેન્ટ બાર્નાબાસ મેડિકલ સેન્ટર, જ્હોન એફ કેનેડી જોન્સન રિહેબિલિટેશન ઇન્સ્ટિટ્યૂટ, ઓવરલૂક મેડિકલ સેન્ટર, સેન્ટ કેથરિન ઑફ સિએના મેડિકલ સેન્ટર, સેન્ટ પીટર્સ યુનિવર્સિટી હોસ્પિટલ, મેડોલેન્ડ્સ હોસ્પિટલ મેડિકલ સેન્ટર, સેન્ટ જોન્સ રિવરસાઇડ હોસ્પિટલ સાથે જોડાયેલા છે. -એન્ડ્રસ પેવેલિયન, મોનમાઉથ મેડિકલ સેન્ટર, રોબર્ટ વૂડ જોહ્ન્સન યુનિવર્સિટી હોસ્પિટલ, પેલિસેડ્સ મેડિકલ સેન્ટર અને કેરપોઈન્ટ હોબોકેન યુનિવર્સિટી મેડિકલ સેન્ટરના માલિક પણ છે.

