
રિપોર્ટ : બીના પટેલ
સરદાર વલ્લભભાઈ પટેલ ના જિલ્લા તરીકે નામના મેળવનાર આણંદ રેલવે સ્ટેશન પર કેવડીયા ખાતે જતી શતાબ્દી નું સ્ટોપેજ અપાવવા માં આવ્યું છે. જેના પગલે આણંદ જિલ્લા માં આનંદ ની લાગણી ફેલાઈ જવા પામી છે. આણંદ જિલ્લા સિનિયર સિટીઝન અને બિલ્ડર અસોયએ આ અંગે સંસદસભ્ય ને રજૂઆત કરી હતી. આ માંગ પૂરી થતાં સાંસદ સભ્ય નું સન્માન કરવામાં આવ્યું હતું. આણંદ રેલવે સ્ટેશન પર પ્રાથમિક સુવિધા ઓ ઊભી થાય,જિલ્લા માં બંધ પડેલ રેલ્વે ફાટકો કાર્યરત થાય, આણંદ જિલ્લા માં જ્યાં રેલ્વે ફાટકો ટ્રાફિક માટે માથા ના દુખાવા સામાન બન્યા છે તેવા ફાટકો એ ઓવરબ્રિજ થી ખેડૂતો ને ખેતીપાક લાવવા લઈ જવા માં સરળતા રહે તે સહિત ના વિવિધ પડતર પ્રશ્નો અંગે આણંદ સર્કિટ હાઉસ ખાતે વડોદરા ડિવિઝન ડી.આર.એમ સતીષ ગુપ્તા સાથે સાંસદ સભ્ય મિતેષ ભાઈ પટેલે બેઠક કરી ને ચર્ચા વિચારણા કરી હતી. આ બેઠક માં રેલ્વે વિભાગ ના કમિટી સભ્યો પણ હાજર હતા. આણંદ રેલવે સ્ટેશન ખાતે મુસાફરો ની સુવિધા અર્થે રૂ.3.00 લાખ ની સાંસદ સભ્ય નિધિ ફંડ માંથી બે ચેક માટે મિતેષ ભાઈ પટેલે ફાળવણી કરી હતી.જિલ્લા ના વિવિધ પ્રશ્નો ના નિરાકરણ માટે આ પ્રસંગે મિતેષ ભાઈ પટેલે હૈયા ધારણા આપી હતી અંખડ ભારત ના ઘડવૈયા સરદાર પટેલ નું કેવડીયા કોલોની ખાતે વિશાળ સ્ટેચ્યુ નિહાળવાનો લોકો ને મોકો મળે એ માટે રેલ્વે તંત્ર દ્વારા જનતા એક્સપ્રેસ દોડાવવા માં આવી રહી છે. જેનું આણંદ સ્ટોપેજ આપવામાં આવ્યું ન હતું જેના કારણે આણંદ જિલ્લા ના સરદાર પ્રેમીઓ માં નારાજગી ફેલાઈ જવા પામી હતી.આણંદ રેલવે જંક્શન પર જનતા એક્સપ્રેસ ને સ્ટોપેજ આપવામાં આવે તે માટે સિનિયર સિટીઝન અને બિલ્ડર અસો.દ્વારા સાંસદ ને રજૂઆત કરવામાં આવી હતી.જે રજૂઆત રેલ્વે મંત્રી ને કરવામાં આવતા આણંદ રેલવે સ્ટેશન ખાતે સ્ટોપેજ માટે લીલી જંડી આપવામાં આવતા આનંદ ની લાગણી ફેલાઈ જવા પામી હતી . આણંદ જિલ્લા માં સાંસદ મિતેષ ભાઈ પટેલ ના પ્રયાસો થી મળેલ આ સુવિધા બદલ સિનિયર સિટીઝન ફોરમ દ્વારા તેઓ નું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ફોરમ ના મુખ્ય પ્રમુખ દીપકભાઈ પટેલ, દીપ પરિવાર ના દિનેશ ભાઈ પટેલ, કૃષ્ણકાંત.જી.શાહ,બિલ્ડર એસો. પ્રમુખ ધીરુભાઈ પટેલ,બળવંતરાય દવે, લાયન્સ ક્લબ પ્રમુખ દીપકભાઈ શાહ, હસમુખભાઈ કારીયા,સુધીરભાઈ શાહ,દેવેન્દ્રભાઈ દેસાઈ,ભપેન્દ્રભાઈ આર શાહ દીપકભાઈ વકીલ ઉપસ્થિત રહ્યા હતા
