ભારતીય સંસ્કૃતિની વિશ્વ સર્વોપરિતા અને સુવર્ણ ભૂમિ ભારત નિર્માણ મનસુખભાઈ સુવાગીયા નું ધ્યેય

મનસુખભાઈ સુવાગીયા અધ્યક્ષ જળક્રાંતિ ટ્રસ્ટ રાજકોટ.રાષ્ટ્રીય પ્રદાન: ૧. જળક્રાંતિ આપી. 300 ગામોમાં 3000 ચેકડેમ તળાવ. સરકારી સહાય વગર અને શ્રમદાન થી અલ્પ ખર્ચમાં 100 વર્ષ ટકાઉ ચેકડેમ બાંધનારા વિશ્વના પ્રથમ વ્યક્તિ છે. ૨. ગીર ગાય આપણા આંગણે અને કાંકરેજ ગાય આપણા આંગણે યોજનાથી ભારતને ગો ક્રાંતિ આપી. ૩. ગાય આધારિત પ્રાકૃતિક કૃષિના પ્રણેતા. ૪. લુપ્ત થતા દેશી આંબા અને ઉત્તમ જાતના કૃષિ બીજ સુરક્ષાની દેશને દિશા આપી. ૫. જળ – જમીન – જંગલ – જીવસૃષ્ટિ અને જન સમાજનું જતન અને વિકાસની દિવ્યગ્રામ યોજના આપી. આદિવાસી ગામ ભેખડીયા અને જામલી ને ભારતના પ્રથમ દિવ્ય ગ્રામ બનાવ્યા. ભારતીય સંસ્કૃતિનો પાંચમો વેદ ગોવેદ ગ્રંથ અને જળક્રાંતિ ગ્રંથ, ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ ગ્રંથ, કાંકરેજ ગાય ગ્રંથ, ગીર ગાય ગ્રંથ અને દિવ્યગ્રામ ગ્રંથ લખ્યા. ગુજરાત રાજ્ય અને ભારત સરકારે મનસુખભાઈ સુવાગીયાની સેવાની સફળતાની પ્રેરણા લઈને ચેકડેમ યોજના, દેશી ગૌરક્ષા યોજના અને ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ યોજના બનાવી છે. આ સફળ રાષ્ટ્રીય યોજનાઓમાં ધર્મક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર, સેવા ક્ષેત્રો અને દેશના કરોડો લોકો કાર્યરત થયા છે. મનસુખભાઈ સુવાગીયા એક રાષ્ટ્રીય પ્રતિભા છે. આ કાર્યનો વિશ્વમાં વિસ્તાર કરીને ભારતનું ગૌરવ વધાર્યું. ભારતીય સંસ્કૃતિની વિશ્વ સર્વોપરિતા અને સુવર્ણ ભૂમિ ભારત નિર્માણ તેઓનું ધ્યેય છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *