પાલનપુર નગરે માનવતાના મસીહા આચાર્ય રત્નશેખરસુરીશ્વરજી મહારાજાની 9મી પુણ્યતિથિ યોજાશે.

બનાસની બહેતરની વસુંધરા પર પરમાત્મા શ્રી પલ્લવીયા પાર્શ્વનાથ પ્રભુના પાલનપુર નગરે શું વિદીત કરીએ ? કયા શબ્દોના મોતીઓથી વધાવીએ! અહિંસા પરમોધર્મની ઉપાસનાના મહાસાધક,અકબર બાદશાહ પ્રતિબોધક જૈનાચાર્ય પ.પૂ.આ.શ્રી હીરસુરીશ્વરજી મહારાજા નું જન્મ સ્થાન,શ્રી પલ્લવીયા પાર્શ્વનાથ પ્રભુની આ પાવન ભૂમિ પર અદકેરા આનંદનું સ્વપ્ન પાલનપુરની ધરતી પર અવતર્યુ છે. ત્યારે શ્રી તપાગચ્છા જૈન ઉપાશ્રય ના પ્રાંગણે સૌ પ્રથમવાર તપાગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ.શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન જંગમરત્ન તીર્થ પ્રેરક,માનવતાના મસીહા,પ્રવચન પ્રભાવક પ.પૂ.આ.ભ.શ્રીમદ્ વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાની નવમી પૂણ્યતિથિ પ્રસંગ તા.3-7-2022,તિથિ-અષાઢ સુદ-4,રવિવારે સવારે-10.00 કલાકે અમારા શ્રી સંઘમાં ઉજવાશે તે વિચારે જ અમોને ધન્ય બનાવી દીધા છે.ત્યારે સ્વર સંવેદના સંગીતરત્ન સુશીલ શાહ (પાટણ વાળા),બાળ કલાકાર શ્યામલી બારોટ (શંખેશ્વર) ના સથવારે અને શબ્દ સંવેદના પંડિતવર્યશ્રી શુભમ એમ કટારીયા (થરા વાળા) ગુરૂ ભક્તિમાં તરબોળ કરશે.તો આપસૌ આ નવમી પુણ્યતિથિના પાવન પ્રસંગે સહ પરીવાર સાથે પધારશો. જેમાં પૂજય મુનિરાજશ્રી નયશેખર વિજયજી મ.સા,પૂજય મુનિરાજશ્રી શૌર્યશેખર વિજયજી મ.સા ની પાવનકારી નિશ્રામાં યોજાશે.પ્રથમ માનવતાના મસીહા,પ્રવચન પ્રભાવક જૈનાચાર્ય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાના તસ્વીર પર ફૂલની માળા ચડાવામાં આવેલ.ત્યારબાદ દીપ પ્રગટય અને માંગલિક- પ્રવચન દ્વારા ગુરુ ગુણાનુવાદ કરવામાં આવશે.માનવતાના મસીહા પ.પૂ.આ.ભ.શ્રીમદ્ વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાની નવમી પુણ્યતિથિ નિમિત્તે વિવિધિ જગયાએ પરમાત્માને અંગ રચના,જીવદયાનું કાર્ય,અનુકંપા દાનનું કાર્ય,સ્કૂલના બાળકોને ભોજન વિતરણ નું કાર્ય વિગેરે એનેકવિધ માનવતાના કર્યો કરવામાં આવશે.આ પાવન પ્રસંગે મુંબઇ,અમદાવાદ,થરા વિગેરેથી ગુરૂ ભક્તો પધારશે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM