
સક્ષમ ગામ- સક્ષમ વિસ્તાર અભિયાન હેઠળ વિદ્યાર્થીઓને સ્કુલબેગનોટ બુક વિતરણ કરાયા

જિલ્લા પંચાયતના પૂર્વસદસ્ય હેમતભાઈ ખવા.દવારાએક અભિયાન .સક્ષમ ગામ સક્ષમ વિસ્તાર . હાથ ધર્યુ છે તે અંતર્ગત જામ-જોધપુર તાલુકાના ગીગણી તેમજ સીદસર ગામની મુલાકાત લેવામાં આવી હતી જેમાં ગીગણી ગામે ગાયત્રી મંદિરના દર્શન કરેલ ત્યારબાદ સરકારી શાળાની મુલાકાત લીધી હતી જ્યા સર્વપ્રથમ સુંદર પ્રાર્થનાગીત દવારા કાર્યકમની શરૂઆત કરેલ ત્યારબાદ મહાનુભાવોના પ્રાસંગીક ઉદબોધન બાદ વિદ્યાર્થીઓ ને સ્કુલ બેગ તથા નોટબુક આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.ત્યારબાદ સીદસર ગામે સરકારી શાળામાં દીપ પ્રાગટય દવારા કાર્યકમની શરૂઆત કરી સ્કુલબેગ તથા નોટબુક વિતરણ કરાયેલ કાર્યકમના અંતે વિદ્યાર્થીઓ દવારા રાષ્ટ્રગાન ગીત ગાય કાર્યક્રમનું સમાપન કરેલ હેમતભાઈ ખવાના આ અભિયાનમાં ગીગણી ના ઇસ્માઇલભાઈ સીડા બોદા ભાઈ ભીખાભાઈ ક્રિપાલસિંહ વાળા પ્રતાપસિંહ વાળા અરવીંદભાઈ તથા સીદસરના પ્રતાપસિંહ ઉમેદસિહ વાળા હરદેવસિંહ રધુવીરસિંહ વાળા કિશોરભાઈ અમૃતીયા સંજયભાઈ મહેતા માધાભાઈ માણાવદરીયા સહીત મહાનુભાવો જોડાયા હતા આ બધા મહાનુભાવોનું શાળા પરીવાર દ્વારા અભિવાદન કરાયુ હતું
