

કચ્છ જીલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા કટોકટી દિન અંતર્ગત અંજાર ખાતે એક વિશિષ્ટ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો . કોંગ્રેસ પક્ષના મોભી અને વડાપ્રધાન ઈન્દિરા ગાંધી દ્વારા સતા ગુમાવવાના ભય અને સરકારની નીતિરીતિ સામે દેશભરમાં વકરતા રોષને ડામી દેવાના બદઈરાદા સાથે 25 જૂન 1975 થી લાગલગાટ 21 મહિના સુધી એટલે કે 21 માર્ચ 1977 સુધી સંવિધાનની રૂએ ભારતના નાગરિકોને મળેલા મુળભુત અધિકારોને રૂંધી નાંખીને સમગ્ર રાષ્ટ્રમાં કટોકટી જાહેર કરાવડાવી હતી . આ સમયગાળાને ભારતીય લોકશાહીનો સૌથી શરમજનક અને અંધકાર યુગ ગણવામાં આવે છે . સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા પ્રત્યેક 25 જૂનના દિવસે કટોકટી દિન અંતર્ગત ઈન્દિરા ગાંધીની સરમુખત્યારશાહી રાજનીતિને વખોડવામાં આવે છે , એ અનુસંધાને કચ્છ જીલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા ગાંધીધામ ખાતે જીલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલના નેતૃત્વ તેમજ યુવા મોરચાના અધ્યક્ષ તાપસભાઈ શાહના માર્ગદર્શન હેઠળ એક વિરોધ કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો .. આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત એવા વરિષ્ઠ સામાજીક આગેવાન શ્રી દિલીપભાઈ દેશમુખે કટોકટીના એ કપરા દિવસોને યાદ કરી સૌ કાર્યકર્તાઓ સાથે સંવાદ કરતા જણાવ્યું હતું કે દેશના ગૌરવવંતા ઇતિહાસમાં ક્યારેય પણ ના બન્યું હોય એમ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ રાષ્ટ્રપતિ પદની ગરિમાનું ખંડન કરીને તત્કાલીન રાષ્ટ્રપતિ ફખરૂદીન અલી અહમદ પાસે સદંતર ગેરબંધારણીય આદેશ બહાર પડાવીને રાષ્ટ્રમાં કટોકટી જાહેર કરાવી હતી . એ આપાતકાલીન અંધકારભર્યા દિવસોમાં આખો દેશ એક મોટા કેદખાનામાં ફેરવાઈ ગયો હતો . વિરોધપક્ષના દરેક નેતાઓને ઊંઘમાંથી ઉઠાડીને ધોરિધરાર જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા . યુગપુરુષ સમાન નેતાઓ જયપ્રકાશ નારાયણ , અટલબિહારી વાજપેયી , લાલકૃષ્ણ અડવાણી , જ્યોર્જ ફર્નાન્ડિસ , મોરારજી દેસાઈ , નાનાજી દેશમુખ , આરએસએસ ના વડા બાળાસાહેબ દેવરસ જેવા અસંખ્ય જન નાયકોને દેશની સલામતી માટે ભયજનક ગણાવીને કારાવાસના પોલાદી સળીયા પાછળ ધકેલી દીધા હતા , વધુમાં શ્રી દેશમુખે જણાવ્યું હતું કે કોંગ્રેસે નફાઈની હદ તો ત્યારે વટાવી કે જ્યારે સરકારે ન્યાયતંત્રમાં પણ દખલ દેવાનું હિન કૃત્ય ચાલુ કર્યું , આટલેથી નહીં અટકતા ભારતવર્ષના તમામ અખબારોના લેખન સ્વાતંત્ર્ય પર પણ તરાપ મારી હતી , આમ પોતાની આદર્શ અને પવિત્ર લોકશાહીની વિશ્વ ફલક પર દુહાઈ આપતા ભારતે સળગ 21 મહિનાઓ સુધી એક પ્રકારના સરમુખત્યારશાહી શાસનનો અનુભવ કરવો પડ્યો હતો જે સમયગાળાને ભારતના રાજકીય ઇતિહાસમાં યુગો યુગો સુધી શરમજનક રીતે જોવામાં આવશે . આ પ્રસંગે ઉદ્યોધન કરતા જીલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે આઝાદી અને અમનની હિમાયત કરતી ભારતની ધરતીને કોંગ્રેસે ગુલામી અને દમનથી ખરડી નાખવાનું ભારે દુષ્કૃત્ય આચર્યું હતું . આ ગુસ્તાખીની સજા પણ ત્યાર બાદ તરત જ યોજાયેલ દેશની સામાન્ય ચુંટણીમાં જનતાએ ઈન્દિરા ગાંધીની સરકારને ધૂળ ચાટતી કરીને આપી દીધી હતી . ભારતની સંસ્કૃતિએ હંમેશા શાંતિ અને સંઘભાવના યુક્ત શાસન સ્વીકાર્યું છે . ધિક્કારની રાજનીતિને ભારતમાં ક્યારેય સ્વીકૃતિ મળી શકી નથી . યુવા મોરચાના અધ્યક્ષ તાપસભાઈ શાહે જણાવ્યું હતું કે જનસંઘના વખતથી પક્ષના યુવાનો એમની રાજકીય પા પા પગલી ભરતા ભરતા જ અન્યાય સામે અવાજ ઉઠાવવાનું સાહજીક રીતે શીખ્યા હોય છે . ઈન્દીરા ગાંધી સામે કટોકટીનો વિરોધ હોય કે પછી ગુજરાતમાં ચીમનભાઈ પટેલ સામેનું નવનિર્માણ આંદોલન હોય બંગાળમાં મમતા બેનરજીના સમર્થકોનો અમાનુષી અત્યાચાર હોય કે કેરળમાં કોંગ્રેસીઓની માનવતા મરી પરવારી હોય પણ ભાજપના યુવા કાર્યકરો ગમે એવી વિકટ પરિસ્થિતિમાં વિચલિત થયા વિના અડગ રહીને સચ્ચાઈ અને ન્યાય માટે લડતા રહ્યા છે અને અવાજ ઉઠાવતા રહ્યા છે . આ કાર્યક્રમમાં જીલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા , ધારાસભ્યો વાસણભાઈ આહિર , માલતીબેન મહેશ્વરી , કચ્છ જીલ્લા ભાજપ મહામંત્રી શીતલભાઇ શાહ , યુવા મોરચાના પ્રભારી વિવેકભાઈ પટેલ , જીલ્લા ભાજપ હોદેદારો , મંડલના હોદેદારો , સેલ મોરચાના હોદેદારો , ચુટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હોવાનું કચ્છ જીલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ સાત્વીદાન ગઢવી ની યાદીમાં જણાવાયું હતું
